ભમ્મરીયો કૂવોઃ આ છે ગુજરાતની અજાયબી! જાણીને ચોંકી જશો!

એ લોકગીતો સાંભળ્યું હોય તો ચોક્કસ ખ્યાલ હશે કે ભમ્મરીયો કૂવો શું છે અને એ ક્યાં છે?

divyabhaskar.com | Updated - Sep 13, 2013, 04:00 AM
the story and fact about bhamariyo kuvo

'હું તો પાણીડાં ગઇ’તી રાજ, ભમ્મરિયા કૂવાને કાંઠડે'

એ લોકગીતો સાંભળ્યું હોય તો ચોક્કસ ખ્યાલ હશે કે ભમ્મરીયો કૂવો શું છે અને એ ક્યાં છે? અને જો ના સાંભળ્યું હોય તો જાણી લો કે ગુજરાતની અજાયબીસમુ સ્થાપત્ય એટલે ભમ્મરીયો કુવો. ભમ્મરીયો કુવો એટલે ગુજરાતી ઇતિહાસનું એક ગૌરવમય પંથક. એક એવો મહેલનુંમા કુઓ કે જેણે સર્જાયા અનેક ચમત્કાર.

ભમ્મરીયા કુવા વિશે વિવિધ લોકમાન્યતાઓ પણ છે અને કહાનીઓ પણ. ભમ્મરીયા કુવાની કેટલીક એવી વિશેષતાઓ 'ગુજરાતની ગપસપ'નાં વાંચકો માટે લઈ આવ્યુ છે દિવ્યભાસ્કર.કોમ.

શું છે આ વિશેષતા વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

અમદાવાદથી મહેમદાવાદ જતા મહોમ્મદ બેગડાના બેનમૂન સ્થાપત્ય ગણાતો એવો ભમ્મરિયો કૂવો આવેલો છે.ઉનાળાની કાળઝાળ ગરમીમાં મહોમ્મદ બેગડાએ ઠંડક માણવા માટે ભમ્મરિયા કૂવામાં રૂમ બનાવ્યા હતા જેમાં હિંડોળે બેસીને બેગડો બપોરનો સમય ગાળતો. ગરમીનો સામનો કરવા માટે ૬૦૦ વર્ષ જૂની એક પરંપરા આજે જીર્ણ અવસ્થામાં છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

મહેમદાવાદથી ખેડા રોડ તરફ દોઢ કિ.મી. દૂર ભમ્મરિયો કૂવો આવેલો છે. ગુજરાતની પ્રખ્યાત ઐતિહાસિક ઇમારતોમાં આગવું સ્થાન ધરાવે છે. આ કૂવો લગભગ ૩૬ ફૂટ વ્યાસનો છે. એની ખ્યાતિનું મુખ્ય કારણ એ છે કે કૂવાની ચારેતરભ જમીનની નીચે ઓરડાં બાંધેલા છે. ઓરડામાં બે માળ છે. ઊતરવા માટે ચાર ખૂણે ચાર સીડીઓ છે અને એ સીડીઓ ગોળ ફરતી હોવાથી આ કૂવાનું નામ "ભમ્મરિયો કૂવો" પડ્યો હશે, એવું માનવામાં આવે છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

ખરી રીતે જોઈએ તો એ ભૂગર્ભ મહેલ છે. એમાં પહેલે માળે ચાર અને બીજા માળે આઠ ઓરડા છે. આ ઓરડામાં પ્રકાશ કૂવામાં થઈને આવે છે. ઓરડામાં કૂવાની બાજુએ બારણાં છે અને એ બારણાંની આગળ ઝરૃખા કરેલા છે. એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા માટે પણ બારણાં મૂકેલાં છે. કૂવો ગોળ છે, પણ ઓરડાઓ લંબચોરસ છે. જે ઉનાળાની ગરમીથી બચવા માટે અને આરામથી રહી શકાય એ માટે બંધાવેલો હતો. "ભમ્મરિયો કૂવા" જગપ્રખ્યાત ઐતિહાસિક ઇમારત છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
 

the story and fact about bhamariyo kuvo

ભમ્મરીય કૂવો કોણે બંધાવ્યો એ અંગે ઈતિહાસકારોમાં મમાંતરો છે. કોઈના મતે તે મહેમૂદ બેગડાએ બંધાવ્યો છે તો કોઈના મતે મહેમૂદ શાહ (ત્રીજા)એ બંધાવ્યો છે. જોકે, મહેમુદ બેગડાએ બંધાવ્યો હોવાની પુરાવાઓ વધારે પ્રમાણમાં મળી આવે છે. ભમ્મરીયા કુવાની ફરતે આહુખાના એટલે કે હરણીયબાગ આવેલો હતો. ભમ્મરિયો કૂવો આહુખાનાનો એક ભાગ છે. આહુખાના એટલે હરણીયબાગ એ છ માઈલ સુધી વિસ્તરેલો હતો. આ આહુખાનામાં હોજ, હવાડા, કૂવા અને આનંદ પ્રમોદના સાધનો હતા.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

ગુજરાતનો સુલ્તાન મહમ્મદ બેગડો એની માનું એકનું એક સંતાન હતો, અને ભવિષ્યનો ગુજરાતની ગાદીનો વારસ હતો. એને કોઇ ઝેર આપી મારી ન નાખે એટલા માટે એની મા એને બાળપણથી જ ખોરાકમાં ઝેર આપતી હતી. ઝેર એનો ખોરાક થઇ ગયો હતો, અને એ ઝેર પચાવવા માટે એનો ખોરાક પણ ભયંકર હતો. એના જેટલું ખાનાર માણસ ભાગ્યે જ કોઇ ઇતિહાસના પાને ચઢ્યો હશે. એના શરીર પર માખ બેસે તો માખ મરી જતી. શરીરમાં ઝેરનો એવો અગ્નિ હોવાથી ઉનાળો એને માટે અસહ્ય બનતો. અમદાવાદમાં એણે સાબરમતિને કાંઠે કિલ્લાની દિવાલની બહાર નદીમાં પડતો મહેલ બંધાવેલો કે જેથી ત્રણે બાજુથી એમાં પવન આવી શકે. તે અત્યારે પણ ‘ચાંદા સૂરજના મહેલ’ તરીકે જાણીતો છે. એ મહેલમાં ભોંયરાં પણ કરાવેલાં. પછી તો એણે મહેમદાવાદ વસાવ્યું.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

મહેમદાવાદમાં પણ વાત્રકના કાંઠે મહમ્મદ બેગડાએ ચાંદા-સૂરજનો મહેલ બંધાવ્યો, જેનાં ખંડેર આજે પણ જોવા મળે છે.દંતકથા કહે છે કે એની બેગમોમાં એકનું નામ ચંદા અને બીજીનું નામ સૂરજ હતું. તેથી એણે બંધાવેલા મહેલો ચાંદા-સૂરજના નામથી ઓળખાય છે. મહેમદાવાદનો કિલ્લો એણે વિ.સં. ૧૫૫૫ (ઇ.સ.૧૪૯૯)માં બંધાવેલો. તે જ અરસામાં ભમ્મરિયો કૂવો બનાવેલ.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

મહેમદાવાદના હાલના રેલ્વે સ્ટેશનથી ખેડા જવાની સડક ઉપર મહેમદાવાદથી દોઢેક માઇલ દૂર ભમ્મરિયો કૂવો આવેલો છે. આ કૂવો લગભગ ૩૬ ફૂટ વ્યાસનો છે. એ કૂવાની ચારે તરફ જમીનમાં ઓરડામાં ઉતરવા માટે ચાર ખૂણે ચાર સીડીઓ છે, અને એ સીડીઓ ગોળ ફરતી હોવાથી આ કૂવાનું નામ ‘ભમ્મરિયો કૂવો’ પડેલું છે. ખરી રીતે તો એ ભૂગર્ભ મહેલ છે. એમાં પહેલે માળે ચાર અને બીજે માળે આઠ ઓરડા છે. ઓરડામાં પ્રકાશ કૂવામાં થઇને આવે છે. ઓરડાઓમાં કૂવાની બાજુએ બારણાં છે અને એ બારણાંની આગળ ઝરુખા કરેલા છે. એક ઓરડામાંથી બીજા ઓરડામાં જવા માટે પણ બારણાં મૂકેલાં છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

કૂવો ગોળ છે, પણ આ ઓરડાઓ લંબચોરસ છે. ઓરડાઓના કૂવામાં પડતા ઝરુખાઓ ઉપરથી કૂવામાં ભૂસકા મારવાની સગવડ છે, અને તરતાં થાક લાગે ત્યારે આરામ લેવા માટે કૂવામાં સાંકળો જોડેલી છે. આ સાંકળો પકડીને આરામ લઇ શકાય, અને કૂવામાંથી મહેલના તળિયાના ભાગના ઓરડાઓમાં ચઢી શકાય એવી ગોઠવણ છે. કૂવામાંથી કોસથી પાણી કાઢવા માટે થાળાં પણ બંધાવેલાં અને તેની ચારે બાજુ લગભગ એક માઇલના વિસ્તારમાં બગીચો કરાવેલો. તેમાં દરેક જાતનાં ઝાડ વવડાવેલાં. એ ઝાડમાં એક ઝાડ હરડેનું હતું; મુગલ સામ્રાજ્ય વખતે તેના પર થતી લીલી હરડેનું અથાણું બનાવી ગુજરાતનો સૂબો દિલ્હી મોકલતો.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

મહમ્મદ બેગડાએ રોજ ખવાતા ઝેરના આતશને ગુજરાતના ઉનાળાની ગરમીમાં ઠંડો પાડવાને માટે ભમ્મરિયા કૂવાની રચના કરી હતી. એમાં શિલ્પનું કલાકૌશલ્ય છે અને ઇજનેરની બુધ્ધિ પણ છે. ગુજરાતમાં આ કૂવો આથી જ ખૂબ જાણીતો બનેલ છે. જમીનની અંદર મહેલ બાંધવાનો અને તેમાં પણ કૂવાની આસપાસ ભૂગર્ભમાં મહેલ બાંધવાનો આવો દાખલો આ એક જ છે. ભમ્મરિયા કુવાની ૬૦૦ વર્ષ જૂની કુલીંગ સિસ્ટમ અદ્દભૂત છે. બહારનું તાપમાન ૪૫ ડિગ્રી હોય ત્યારે અંદર માત્ર ૧૦ ડિગ્રી જેટલી જ ગરમી અનુભવાય છે. એ સમયે એ.સી ન હતા. છતાં એ સમયના આર્કિટેક દ્વારા અન્ડરગ્રાઉન્ડ કુવા સાથે રહેવાની પણ અદ્દભૂત સગવડ કરવામાં આવી હતી. આ કૂવો એટલો તો પ્રખ્યાત છે કે તેના પર ગીતો અને ગરબા લખાણા છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

હું તો નાજુકડી નાર, કેમ કરીને પાણીડાં ભરાય, ભમ્મરિયા કૂવાને કાંઠેડે...,ભમ્મરિયા કૂવામાં પડઘા પડે ... મહત્ત્વની વાત એ છે કે જ્યારે ઉનાળામાં બહારનું તાપમાન ૪૫ ડિગ્રી હોય છે ત્યારે મહેમદાવાદના ભમ્મરિયા કૂવામાં માત્ર ૧૦ ડિગ્રી જ તાપમાન હોય છે. આ ભમ્મરિયો કૂવો મહેમદાવાદના સ્થાપક મહમંદ બેગડાએ ૬૦૦ વર્ષ પહેલા બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. અને ભમ્મરિયા કૂવામાંથી સીઘું અમદાવાદ ભૌયરામાંથી આવી શકાય તેવો રસ્તો હતો તેવી વાત લોકમોઢે સાંભળવા મળે છે.આજે આ રસ્તો પૂરી દેવામાં આવ્યો છે.

ગુજરાતના ઉનાળાની કાળઝાળ ગરમીમાં બેગડો ઠંડક માણવા માટે ભમ્મરિયા કૂવામાં આવીને બેસતો. ભમ્મરિયા કૂવાની કલા- કારીગરી અદ્‌ભૂત છે. એક જમાનામાં કૂવાની વચ્ચે સોનાનો હિંચકો લટકતો હતો. ગરમીથી બચવા બેગડો તેના પર બેસીને હંિચકો ખાતો હતો,એવી લોકવાયકા છે. આમ તો આ કૂવો વાવની રચનાને ઘણો મળતો આવે છે પણ તે વાવ નથી જ.
વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

the story and fact about bhamariyo kuvo

ગુજરાતની અન્ય વાવો કરતા આ કૂવાની રચના ટિપિકલ છે. કૂવાની આસપાસ ઓરડા અને કૂવામાં ઉતરવા માટે ભીંતોમાં ભેઠકો બનાવી પગથિયા બનાવવામાં આવ્યા છે. એ જમાનામાં ભીતો ચળકાટવાળી દેખાતી હતી, પરંતુ આજે આ કૂવો ખૂબ જ જીર્ણદશામાં છે. ભમ્મરિયા કૂવા જેવો જ એક બીજો કૂવો ચાંપાનેર પાસે બાગે હાલોલ, હાલોલમાં ખંડેર દશામાં છે. ભમ્મરિયો કૂવો આજે જર્જરિત હાલતમાં છે, પરંતુ તેમાં અંદર ઉતરવા માટે ચાર નિસરણીઓ છે. જેમાં આજે પણ બહારના તાપમાન કરતાં ૮૦ ટકા ઠંડકનો અનુભવ થાય છે. આમ પણ ગુજરાતના જૂના સ્થાપત્યો ખરી ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવતા હોય છે. જૂના સ્થાપત્યોની આસપાસ રહેતા ગરીબ બાળકો ખરા બપોરે ઠંડકની મજા માણે છે.

 

X
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
the story and fact about bhamariyo kuvo
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App