તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતના બધા હિલસ્ટશનોને ટક્કર મારે છે આ ગામ, ગુરુ દ્રોણનો હતો આશ્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પર્યટન સ્થળોમાં હિલ સ્ટેશન સૌથી લોકપ્રિય રહે છે કારણકે ઊંચા પર્વત પર હવામાન મોટા ભાગે ખુશનુમા રહે છે. ગુજરાતમાં સાપુતારા અને ગુજરાતને અડીને આવેલું રાજસ્થાનનું આબુ લોકપ્રિય છે પરંતુ હવે આ હિલ સ્ટેશનોને ટક્કર આપવા માટે ડોન નામનું ગામ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આહવાથી 38 કિલોમીટર દૂર આવેલું ડોન ગામ પર્વતની ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણાં બધુ જ ધરાવે છે. પ્રકૃતિની મોજ માણવી હોય તો ડોન હિલ સ્ટેશનની મુલાકાત જરૂર લેવી જોઇેએ.
આ ગામ પોતાના નામ પાછળ પણ રસપ્રદ ઇતિહાસ ધરાવે છે. આ વિશે ગામના લોકો કહે છે કે, અહીં આવેલા અહલ્યા પર્વત પાસે ગુરુ દ્રોણનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ અને સીતા વનવાસ ભોગવતાં હતા ત્યારે અહીં આવ્યાં હતાં. જો કે તેઓ ત્યાં ઘણા દિવસો રહ્યાં હતાં. દ્રોણના આશ્રમના કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી. તે અંગ્રેજોના શાસન દરમિયાન અપભ્રંશ થઈને ડોન તરીકે ઓળખાવા લાગી છે.
ઝરણાં જ્યાં પર્વતની કિનારથી નીચે સ્વયંભૂ શિવ રૂપે પૂજાતા લિંગ પર અભિષેક કરે છે તો શ્રદ્ધાળુ લોકો આપોઆપ નમન કરી લે છે. આ ખુલ્લા શિવ મંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. દોઢેક વર્ષથી અહીં સહેલાણીઓ માટેની સગવડ પણ વિકાસ પામી રહી છે.
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો