ગુજરાતમાં આ જગ્યાએ બને છે હોલિકાની પ્રતિકૃતિ,પ્રહલાદની રખાય છે માનતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ છેલ્લા 60 વર્ષથી જામનગરનું ભોઇ ગ્રુપ અનોખી રીતે હોલી સેલિબ્રેટ કરે છે. આશરે 42 ફૂટ ઉચુ પૂતડું બનાવીને પારંપરિક રીતે તેનું સરઘસ કાઢવામાં આવે છે. સવારે સરઘસમાં યુવાનો તેમજ બાળકો સ્ટીલની સ્ટિક ફેરવે છે જ્યારે સાંજના સરઘરમાં ફાયર શો થાય છે. જેમાં પૂરતી તકેદારીથી આગ સાથે અવનવા ખેલ કરવામાં આવે છે. 'ઘેર'નામથી ઓળખાતું આ સરઘસ ઢોલ નગારાની સાથોસાથ ડી.જે.ના તાલે નીકળે છે. જેમાં બાળકો તેમજ મહિલાઓ જોડાય છે. સાંજે પારંપરિક વિધી અનુસાર પૂજન કરવામાં આવે છે તેમજ કથા અનુસાર હોલિકાની અમર ચૂંદડી પ્રહલાદ પર આવી જાય છે.
 
 
તેની આબહુબ પ્રતિકૃતિ રજૂ કરવામાં આવે છે. શ્રધ્ધાળુઓ પોતાની ભાવના અનુસાર માનતા માને છે જે ભક્ત પ્રહલાદ પૂરી કરે છે. આ તમામ લોકો હોલિકાને ભક્તિભાવ સાથે સાડી ચડાવે છે. નવજાત બાળકોને આશિષ મળે તે માટે પ્રહલાદના ખોળે બેસાડાય છે. અનોખા આનંદ અને ઉલ્લાસ સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેના બીજા દિવસે રંગબેરંગી રંગો સાથે ધૂળેટીની ઉજવણી થાય છે.

આ પૂતળું કંતાન અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તૈયાર કરવામાં આવે છે તેમજ સુકું ઘાસ ભરવામાં આવે છે. લાકડાના ઢગલો કરી છાણા ગોઠવવામાં આવે છે દહન વખતે તેમાં માટલી રાખવામાં આવે છે જેમાં ઘુઘરી પકવવામાં આવે છે. ઘુઘરીમાં ચણા તેમજ દાળના દાણા હોય છે.
આગળ જુઓ, વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...