પ્રમુખસ્વામીને હાર્ટ એટેક આવ્યો ત્યારે ડૉક્ટરને થયેલા દિવ્ય અનુભવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ડોક્ટર વીપી પટેલ કે જેઓ પ્રમુખ સ્વામી મહારાજના અંગત ડોક્ટર હતા. તેમણે સ્વામી બ્રહ્મલીન થયા ત્યાં સુધી તેમની સેવાચાકરી હતી. તેમજ તેઓને સ્વામી દ્વારા દિવ્ય અનુભવો પણ થયા હતા. આ ડોક્ટરે સતત 35 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સંભાળ્યું હતું અને તેમની કાળજી રાખી હતી. ડોક્ટર વીપી પટેલ કહે છે કે સ્વામી બાપાના શરીરમાં 15 ટાંકા હોય તો પણ તેઓએ ક્યારેય દુખાવાની ફરિયાદ નહોતી કરી. એટલું જ નહીં બેભાન કર્યા વિના પેસમેકર મૂક્યું ત્યારે પણ તેઓએ કોઈ પણ દુખાવાની કે પીડાની ફરિયાદ નહોતી કરી. 104 ડિગ્રી તાવમાં પણ સ્વામી બાપાએ હંમેશાં લોકોની સેવા અને લોકકલ્યાણની વાતો કરી હતી. તેમજ સતત  લોકોની સેવા માટે ખેવના કરતા રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...