તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસ્ત્રીજીને મળવા ટ્રેનના ડબા પર લટકીને ગયા હતા બાપા, પ્રમુખસ્વામીનાં સંસ્મરણો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: બીએસપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તેને આજે એક મહિનો પુરો થયો છે. 13 ઓગસ્ટની સાજે બ્રહ્મલીન થયા બાદ બાપાને શ્રદ્ધાંજલી આપવા માટે દેશ-દુનિયામાં અનેક જગ્યાએ સભા અને અન્ય પ્રકારના આયોજન કરવામાં આવી રહ્યાં છે. પોતાના અનુયાયીમાં પ્રિય પ્રમુખસ્વામી સાથેના અનેક સંસ્મરણો તેમના ભક્તો શેર કરી રહ્યાં છે. ત્યારે દિવ્યભાસ્કર ડોટ કોમ આજે બાપાને કેટલાક સંસ્મરણો વાંચકો સમક્ષ રજૂ કરી રહ્યું છે.
શાસ્ત્રીજીને મળવા ટ્રેનના ડબા પર લટકીને ગયા હતા બાપા

ગુરુપૂર્ણિમાનો પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના ગુરૂ શાસ્ત્રીજી મહારાજ વચ્ચેનો જાણિતો કિસ્સો છે. શાસ્ત્રીજી તેમના નારણ’દાને યાદ કરે છે તેવું માલૂમ થતા જ પ્રમુખ સ્વામી મહારાજ મૂશળધાર વરસાદમાં ટ્રેનના ડબા પર લટકીને ગુરુજીને મળવા સાળંગપુર પહોંચ્યા હતા. શાસ્ત્રીજી સાળંગપુરમાં માંદગીની સારવાર લઈ રહ્યા હતા ત્યારે નારણ’દાને યાદ કર્યા છેલ્લે બોલ્યા કે, તે આવીને ભક્તચિંતામણિ સંભળાવે તો સારું થઈ જાય. આ વાતની જાણ થતા તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય મારે ગુરુજી પાસે પહોંચવું છે.

ભારે વરસાદના કારણે ટ્રેનના બધા ડબ્બાના દરવાજા બંધ હતા

ભારે વરસાદમાં વડોદરા સ્ટેશને સૌરાષ્ટ્ર મેલ આવી પણ બધા દરવાજા બંધ હતા. આથી સ્વામી ટ્રેનના ફૂટબોર્ડ પર લટકી ગયા અને મુસાફરી કરી. વરસાદના ઝાપટાં તેમને પલાળતા હતા, શરીર ધ્રુજાવી નાખે તેવો ઠંડો પવન વાતો હતો. અમદાવાદ આવ્યા ત્યારે ખબર પડી કે, લાઈન તૂટવાથી ધંધુકા મેલ રદ થઈ છે. આથી વિરમગામ થઈને જતી ટ્રેનમાં બેસી તે” બોટાદ પહોંચ્યા હતા. ત્યાં પૂર આવ્યું હતું. તેમણે પાણી કાદવ ખૂંદીને ચાલતા સાળંગપુર પહોંચી સીધા શાસ્ત્રીજી પાસે ગયા. શાસ્ત્રીજીએ પુછ્યું કે, કેવી રીતે આવ્યો તો તેમણે જવાબ આપ્યો, ગુરુજી આપની આજ્ઞા હતી એટલે અવાયું!
નાના સંતોની સલાહ લેવામાં પણ ખચકાટ અનુભવતા ન હતા
પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજના નિધન બાદ તેમના પાર્થિવદેહને ગોંડલ લાવવાનું નક્કી થયું હતું અને હાલમાં જ્યાં યોગીજી મહારાજનું સ્મૃતિ મંદિર બની રહ્યું છે તે જગ્યાએ અગ્નિસંસ્કાર કરવાનું નક્કી થયું હતું, પણ આ જગ્યાએ ઘઉંનું વાવેતર હટાવવું પડે તેમ હતું. પ્રમુખસ્વામીએ આ જગ્યાએ દેખરેખ રાખતા ભક્તિકિશોર સ્વામીને બોલાવ્યા હતા અને વિનમ્રતાથી પૂછ્યું હતું કે, અગ્નિદાહ અહીં કરવાના છે. ઘઉંનું વાવેતર કાઢવું પડશે શું કરીશું, ત્યારે ભક્તસ્વામી રડવા લાગ્યા હતા અને કહ્યું આપતો પ્રમુખ છો. આપની આજ્ઞા શિરોમાન્ય હોય ત્યારે પ્રમુખસ્વામી મહારાજે કહ્યું, ના પણ તમે ઘણી મહેનત કરી છે. તમને પૂછ્યા વગર પગલાં ન ભરાય. બાદમાં ઘઉંનું વાવતેર હટાવી ડોક્ટરસ્વામીને બોલાવી કહ્યું આ ઘઉં ગાયોને મળે તેવી વ્યવસ્થા કરો.
આગળ વાંચો ઘનશ્યામ મહારાજનો સાક્ષાત્કાર પણ થયો હતો, લીંબડીમાં સત્સંગ પૂર્વે બાપા અચુક બોલતા ‘લીંબડી ગામે ગાડી મલી’, ગોંડલમાં મંદિર નિર્માણ માટે માથે ટાઈલ્સ મૂકી દાદરા ચઢ્યા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો