તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્ર સાથે પત્નીનું અફેર-મર્ડર: ભાવનગરનો આર્મીમેન કેસ ‘રિયલ રૂસ્તમ’ જેવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ ભાવનગરમાં 13 ફેબ્રુઆરી 2015ના રોજ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ જ્વેલર્સ સર્કલ પાસે આવેલા આરકે એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ ન. 401માં લોહિયાળ જંગ ખેલાયો હતો. આર્મીમેન જીગર વ્યાસે પત્ની ચેતના અને તેના પ્રેમી દેવેન્દ્ર પર ગોળીબાર કર્યો હતો અને પ્રેમી દેવેન્દ્રની હત્યા કરી હતી. બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. 8 સપ્ટેમ્બર 2016ના રોજ ભાવનગર કોર્ટ દ્વારા તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં દોઢ વર્ષ બાદ આવેલા ચૂકાદાએ તાજેતરમાં રજૂ થયેલી સત્ય ઘટના પર આધારિત બોલિવુડ ફિલ્મ ‘રૂસ્તમ’ના પ્લોટને યાદ અપાવી દીધો હતો. આ કેસને ધ્યાનથી સ્ટડી કરવામાં આવે તો ભાવનગરના આર્મીમેન અને ‘રૂસ્તમ’ની સત્ય ઘટના(કાવસ નાણાવટી કેસ) અનેક બાબતે એક બીજા સાથે મળતી આવે છે.
1959માં દેશભરમાં ચર્ચિત બનેલા નાણાવટી કેસમાં કાવસ નાણાવટી નેવી ઓફિસર હતો, જ્યારે ભાવનગરના કેસમાં જીગર વ્યાસ એક આર્મીમેન છે. નાણાવટી કેસમાં કાવસે પત્નીના પ્રેમીની ગોળીઓ મારી હત્યા કરી હતી જ્યારે ભાવનગરના કેસમાં પણ આર્મીમેને પત્નીના પ્રેમીની ગોળીઓ મારી હત્યા કરી હતી. બંન્ને કેસમાં આરોપી સામેથી પોલીસ સમક્ષ હાજર થયા હતા અને બંન્નેને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ તત્કાલિન મુંબઈના રાજ્યપાલ વિજય લક્ષ્મી પંડિતે નાણાવટીને ત્રણ વર્ષ બાદ સજા માફ કરી હતી.

ભાવનગરના આર્મીમેન અને નાણાવટી કેસમાં શું છે સામ્યતા આ જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો