તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદી માહોલમાં આ હિલ સ્ટેશને મારો એક લટાર, દિલ થશે ‘ગાર્ડન-ગાર્ડન’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ચોમાસાની ઋતુમાં કેટલાય સ્થળો પર કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું હોય તેમ ખીલી ઉઠે છે. ગુજરાતનાં અનેક સ્થળોએ ઝરણા, ધોધ ચાલુ થતા ચોમાસાની ઋતુમાં આ સ્થળોની કંઈક અનેરી જ ઝલક જોવા મળે છે. આવું જ એક સ્થળ છે વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકાનું વિલ્સન હિલ, આમ તો દક્ષિણ ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન ગણવામાં આવે છે. પણ ચોમાસામાં અહીંનું વાતાવરણ કંઈક અલગ હોય છે. ચોમાસામાં વિલ્સન હિલ તેની ઉપર ડુંગરની ટોચ સાથે અથડાતા વાદળો અને ધુમ્મસની ગાઢ ચાદર વચ્ચે ખીલી ઊઠે છે. વારે તહેવારે આ હરિયાળા સ્થળ પર ખીણમાં પથરાયેલી વનરાજી અને ક્ષિતિજમાં આથમતો સુર્યનો નજારો માણવા લોકો આવતા હોય છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળ નજીક શંકરધોધ, વરસાદી દેવ, દત્ત મંદિર ઉપરાંત અંગ્રેજોના સમયકાળમાં કેદીઓને સજા આપવા માટે અહીં બનાવાયેલો વધસ્તંભ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. વલસાડમાં ડુંગરાળ પ્રદેશો છે જે ચોમાસામાં કુદરતી સૌદર્યથી ખીલી જાય છે. ધરમપુરમાં આવેલ પંગારબારી ગામમાં આવેલ વિલ્સન હિલ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખીલી જાય છે અને સાથે સાથે આ હિલ ડુંગરની ટોચ પર હોવાથી તેના પર અથડાતા વાદળોથી તેનો નજારો કઇક અલગ જ હોય છે. જેના કારણસર આ હિલ ની મુલાકાતે દુર દુરથી પ્રવાસીઓ આવતા હોય છે અને આ કુદરતી સૌદર્યની મજામાણતા જોવા મળે છે.

વિલ્સન હિલના ઈતિહાસ અંગે વાત કરીએ તો, વર્ષ 1828માં ધરમપુરની મુલાકાતે આવેલા મુંબઇ પ્રાંતના તત્કાલીન ગવર્નર અને અંગ્રેજ શાસક લોર્ડ વિલ્સનએ સમુદ્રસ્તરથી લગભગ 2300 ફૂટની ઉંચાઇએ આવેલા પંગારબારી ગામના ડુંગરને ગિરિમથક તરીકે વિકસાવવા ધરમપુરના તત્કાલીન મહારાજા વિજયદેવજી સિસોદીયાને ફરમાન કર્યું હતું. ત્યાર બાદ ડુંગર ઉપર લોર્ડ વિલ્સનની ઇટાલિયન મારબલની પ્રતિમા સ્થાપિત કરાઇ હતી. થોડા વર્ષો પહેલાથી ગુજરાત સરકારે ઈકો ટુરીઝમ સ્થળ તરીકે વિલ્સન હિલને વિકસાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. ત્યાર બાદ અહીં વરસાદી માહોલની મજા લેવા આવતા સહેલાહીઓની સંખ્યામાં વધારો થયો છે.
આગળ જુઓ વધુ તસવીરો,....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો