ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન તૂટશે ભાજપ-કોંગ્રેસના મતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સપા-બસપા-શિવસેના-જીપીપી ઉતરશે રણસંગ્રામમાં -કોંગ્રેસ-ભાજપ સતર્કગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય સ્પર્ધા થાય તેવી સંભાવના છે. હિન્દુત્વ અને બિનસાંપ્રદાયિક મતોનું આગામી ચૂંટણીઓ દરમિયાન બંનેનાં મતો તૂટી શકે છે. આ અંગે બંને મુખ્ય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ એલાન કર્યું છેકે,તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લડવા માંગે છે. આ સાથે જ કોંગ્રેસ અને ભાજપના પોલ મેનેજર્સ સતર્ક થઈ ગયા છે. પાર્ટી સૂત્રોનાં કહેવા પ્રમાણે, તેમને લાગે છેકે, આ પાર્ટીઓ તેમની બાજી બગાડે છે. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જનતા દળ યુનાઈટેડ, લોક જનશક્તિ પાર્ટી, અને સીપીઆઈએમ જેવાં ડાબેરી પક્ષો જાહેરાત કરી ચૂક્યાં છે કે, તેઓ ગુજરાતની ચૂંટણીઓ લડવા માંગે છે. તેમના કારણે કોંગ્રેસનાં બિનસંપ્રદાયિક મતોને અસર પહોંચી શકે છે. આમાંની કેટલીક પાર્ટીસ ગત ચૂંટણીઓમાં પણ નસીબ અજમાવી ચૂકી છે.ભાજપ માટે પણ આવી જ સ્થિતિ છે. સમાન વિચારસરણી ધરાવતી પાર્ટીઓ ભાજપથી અલગ સ્વતંત્ર રીતે ચૂંટણીઓમાં ઝંપલાવવાની છે. ભાજપમાંથી અલગ થઈને નવી પાર્ટી સ્થાપનારા કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી અને શિવસેના પણ ચૂંટણીમાં ઝંપલાવશે. અન્ય મહત્વપૂર્ણ પાસું એ છેકે, પુનઃસીમાંકન પછી પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. કુલ 182 સીટ્સમાંથી 60 સીટો પર પુનઃસીમાંકન થયું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની સીટોનો વિસ્તાર નક્કી કરવાનાં માટે વર્ષ 2002ની વસ્તી ગણતરીનાં આધારે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2008માં રાષ્ટ્રપતિએ પુનઃસીમાંકનને મંજૂરી આપી હતી. (ચૂંટણી પરિણામો અંગે કોંગ્રેસનું શું કહેવું છે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.)
Related Articles:

ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ માટે કમર કસી
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓની વકી, કડક સુરક્ષા બંદોબસ્ત