ભાવનગરઃ શીપ બ્રેકિંગમાં ભાવનગર સ્થિત અલંગ માત્ર ભારત કે એશિયામાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતું છે, વિશ્વમાંથી મોટાભાગના જહાજોને અહી લાવવામાં આવે છે અને તેમનું બ્રેકિંગ કરવામાં આવે છે, શીપમાંથી જે વૈભવી વસ્તુઓ હોય છે, તેને અલંગ શીપ માર્કેટમાં વેચાણ અર્થે મુકવામાં આવે છે અને ફોરેન વસ્તુઓના શોખીનો શિપ બ્રેકિંગ યાર્ડની માર્કેટમાં તેની ખરીદી કરવા માટે આવે છે. હાલ અલંગમાં એક શીપને લંગારવામાં આવ્યું છે, સાગા રૂબી ઓએશિયાના નામથી પ્રચલિત આ જહાજની પોતાની જ એક અલગ અને આગવી ઓળખ છે, સાથે જ તેમાં એટલી વૈભવી સુવિધાઓ આપવામાં આવતી હતી કે, આ શીપમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ તેનાથી પ્રભાવિત અને આકર્ષિત થયા હતા. જોકે હવે આ જહાજ એક ઇતિહાસ બની ગયું છે.
આજે અમે આ જ જહાજનો અંદરનો નજારો અને જહાજના ઇતિહાસ અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. તરતી હોટલ ગણાતા આ 16478 ટનના પેસેન્જર જહાજમાં આવેલી વૈભવી સામગ્રીઓને કારણે શિપ ઓએશિયા (જૂનુ નામ સાગા રૂબી)ચર્ચાનું સ્થાન બન્યુ છે. આ જહાજમાં આધુનિક થીએટર, બારરૂમો, અદ્યતન ક્રોકરી, બોલરૂમ, સ્પા, જીમ, ડિસ્કો થેક, સ્વીમિંગ પૂલ સહિતની અનેક લકઝરી આઇટમો મોજુદ છે.
આગળ વાંચો, જહાજનો ઇતિહાસ અને તેની ખાસિયતો...