તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં અહીં આવેલો છે આ ઐતિહાસિક કિલ્લો, ક્યારેક કહેવાતી હતી સૌથી મોટી જાગીર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ગુજરાત અનેક ઐતિહાસિક સંપત્તિઓને પોતાની ગોદમાં સમાવીને બેસેલું છે. રાજ્યના કોઇપણ શહેર કે પછી કોઇપણ ખૂણે આપણે જઇએ તો આપણને અનેક એવી ઐતિહાસિક વિરસતો જોવા મળી જશે, જે આપણને કલાત્મક બનાવટની સાથોસાથ વિતી ગયેલા સમયની રહેણી કહેણી કેટલી સુંદર હતી તેના પૂરાવા આપે છે. રાજકોટ, વડોદરા, ભાવનગર, વાંકાનેર, ગોંડલ કે પછી દેવગઢ બારિયામાં આવા અનેક કિલ્લાઓ આવેલા છે. જો વાત ગુજરાતના છેવાડાના વિસ્તારની કરવામાં આવે તો કચ્છ જિલ્લમાં અનેક કિલ્લાઓ આવેલા છે. આવો જ એક કિલ્લો કચ્છના હાર્દ સમા ભુજથી પ૦ એક કિ.મી દૂર આવેલો છે. જે પોતાની અંદર અનેક ઇતિહાસને છૂપાવીને બેસેલો છે અને આ કિલ્લા વિશે ભાગ્યે જ આપણને ક્યાંય વાંચવા મળે છે. જીહાં, અમે કચ્છના ભુજ નજીક આવેલા રોહા ફોર્ટ એટલે કે રોહા કિલ્લા અંગે વાત કરી રહ્યાં છીએ.
 
પ્રવાસનની દ્રષ્ટીએ જોઇએ તો કચ્છ તેની વિવિધ ઇમારતો અને રમણીય ઇતિહાસ તથા વિશાળ સફેદ રણના કારણે જગ વિખ્યાત છે. જ્યારથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારથી કચ્છ એક પ્રવાસન સ્થળ તરીકે વિશ્વફલક પર વિસ્તરી રહ્યું છે અને રણોત્સવ દરમિયાન આપણને કચ્છના સફેદ રણમાં વિહરતા અનેક વિદેશી પ્રવાસીઓ જોવા મળી જાય છે. જેઓ સફેદ રણની આસપાસ રહેલા જોવાલાયક સ્થળોની મુલાકાત લે છે. પ્રવાસીઓ કચ્છ આવે ત્યારે ભુજ શહેર અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લે છે, પરંતુ આ કિલ્લાની મુલાકાત ભાગ્યે જ પ્રવાસીઓ દ્વારા લેવામાં આવી રહી હશે. 
 
ક્યાં આવ્યો છે આ કિલ્લો
  રોહા ફોર્ટ રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા અનેક કિલ્લાઓમાનો એક કિલ્લો છે. જે નખત્રાણા તાલુકાના રોહા ગામ ખાતે આવેલો છે. રોહા ફોર્ટ રોહા જાગીરની મહત્વની ઇમારત હતી. જે ભુજ જિલ્લાથી ૫૦ કિ.મીના અંતરે આવેલી છે. આ કિલ્લો ૧૬ એકરમાં બનેલો છે, જે મુખ્ય રસ્તા સાથે જોડાયેલો છે. તે ગ્રાઉન્ડ લેવલથી ૫૦૦ ફૂટ અને સમુદ્ર લેવલથી ૮૦૦ ફૂટની ઉંચાઇએ આવેલો છે. રોહાએ કચ્છની સૌથી મુખ્ય જાગીર ગણાય છે અને તેને રોહા સુમરી ફોર્ટ પણ કહેવામાં આવે છે. કહેવાય છેકે આ ફોર્ટ હેઠળ 52 ગામડાઓ હતા. 
 
એક સમયે કચ્છની મુખ્ય જાગીર હતો આ કિલ્લો
 
આ જાગીર હેઠળ ૫૨ ગામડાઓ આવતા હતા, રોવ ખેંગારજી પહેલાએ ૧૫૧૦થી ૧૫૮૫ એડી. દરમિયાન અહીં રાજ કર્યું હતું અને આ રોહા ગામનું નિર્માણ કર્યું હતું, જેઓ રાયસિંહજી ઝાલા સામેના યુદ્ધમાં હણાયા હતા. આ કિલ્લા પર આવેલી બે ટેન્ક જીયાજી દ્વારા અને કિલ્લાની રચના થાકોર નોગાંજી દ્વારા કરવામાં આવી હતી.
 
આગળ વાંચોઃ રોહા ફોર્ટની બાંધકામ શૈલી કેવી છે, ફોર્ટનો ઐતિહાસિક મહત્વ, પ્રવાસન મહત્વ
 
 
અન્ય સમાચારો પણ છે...