તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2010માં ‘બાપા’ની નિશ્રામાં બોચાસણમાં ઊજવાયુ’તું સ્વતંત્રતા પર્વ, વાંચો અન્ય સંસ્મરણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે 7-12-1921 માં પાટીદાર કુળમાં જન્મેલા પ્રમુખ સ્વામી મહારાજ 13 ઓગસ્ટ(શનિવારે) બ્રહ્મલીન થતા તેમના કરોડો ભક્તો અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સાળંગપુર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો બાપાના અંતિમ દર્શન માટે ઉમટી રહ્યાં છે. વડાપ્રધાન મોદી પણ દિલ્હીમાં ધ્વજવંદન કરી આજે સાળંગપુર ખાતે બાપાના દર્શન માટે આવી રહ્યાં છે. ત્યારે આજે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ દિવ્યભાસ્કર ડોટ કોમ આ સ્વતંત્રતા પર્વ, તેમજ અન્ય કેટલાક બાપાના સંસ્મરણો રજૂ કરી રહ્યું છે.

બોચાસણમાં ‘બાપા’ની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ ઊજવાયું હતું
બોચાસણ સ્વામિનારાયણ મંદિરમાં 15મી ઓગસ્ટ, 2010માં પ્રમુખ સ્વામીની નિશ્રામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાપા દેશભક્તિના ગીતોની લહેર વચ્ચે બંને હાથમાં તિરંગો ફરકાવીને દેશભક્તિનો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે બાપાએ દેશભક્તિનું મહત્વ હરિભક્તોને સમજાવ્યું હતું. બોચાસણ ગામે 2010માં છેલ્લી વખત રોકાયાં હતાં, ત્યારે માનવમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની માનવ મેદની ઉમટી પડી હતી.

આ દિવસે આણંદ, બોચાસણ પંથકના યુવક મંડળો અને બાલ મંડળ દ્વારા દેશ ભક્તિની ધૂન પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યાં હતાં. કોમળ હૃદયના બાપાએ માનવ સમાજને સંદેશો પાઠવવામાં આધ્યાત્મિક જ્ઞાનના પ્રતિકરૂપ બીએપીએસનો તથા દેશ ભાવના માટે તિરંગો ફરકાવીને સૌના મનમોહી લીધાં હતાં. બાપાએ સાથેસાથે આધ્યાત્મિક પંથ પર રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવાનો સંદેશો માનવ જીવનને પાઠવ્યો હતો. આ ઉપરાંત દેશ ભાવિ પેઢી સમાન યુવા વર્ગને વ્યસનોથી દૂર રહી આધ્યાત્મિક માર્ગ પર ચાલીને જીવન ઉન્નત બનાવવા માટે પ્રેરણા પુરી પાડી હતી.

આગળ વાંચો ગોંડલમાં મંદિર નિર્માણ માટે માથે ટાઈલ્સ મૂકી દાદરા ચઢ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો