મોદીની Black & White તસવીરો, વાંચો વડનગરથી દિલ્હી સુધીની સફર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતના 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરનાં રોજ 67મો જન્મદિવસ છે. મોદી પોતાના જન્મદિવસે ગુજરાત આવવાના હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી સીધા રાજભવન જવાના છે. મોદીના જન્મદિવસને લઈને તેમના વતન વડનગર સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં કાર્યક્રમ યોજાવાના છે. 17મી સપ્ટેમ્બરે વહેલી સવારે મોદી માતા હિરાબાના આશીર્વાદ લઈને સીધા નવસારી ખાતેના વિકલાંગ કેમ્પમાં હાજરી આપશે. દિવ્યભાસ્કર ડોટ કોમ મોદીના 67માં જન્મદિવસ પર તેમની કારર્કિદી અને કેટલીય રેર તસવીરો રજૂ કરી રહ્યું છે.

-નરેન્દ્ર મોદીની વડનગરથી દિલ્હી સુધીની સફર

- ગુજરાતનાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે 17મી સપ્ટેમ્બર 1950નાં રોજ નરેન્દ્રનો જન્મ થયો.
- દામોદરદાસ મુલચંદ મોદી અને પત્નિ હિરાબેનના છ બાળકો પૈકીના મોદી ત્રીજા નંબરના સંતાન છે.
- પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નરેન્દ્ર મોદીએ વડનગરની સ્કુલમાં મેળવ્યું.
- ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજયશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા.
- બાળપણમાં નરેન્દ્ર મોદી વડનગર રેલવે સ્ટેશન પર પોતાની પિતાની ચાની કીટલી પર મદદ કરવા જતા હતા.
- માતા-પિતા દ્વારા પોતાના સમાજમાં જ નરેન્દ્રના લગ્ન કરાવવામાં આવ્યા હતા.
- મોદી તેમના પત્ની જશોદાબેન સાથે ખૂબ ઓછા સમય રહ્યાં હોવાનુ જણાવાય છે.
- નરેન્દ્ર મોદી નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા
- 60ના દાયકાના મધ્યમાં ભારત-પાક યુદ્ધ દરમિયાન નાની ઉંમર હોવા છતાં તેમણે રેલવે સ્ટેશનો પર સ્થળાંતર વખતે સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી
- ૧૯૬૭માં તેમણે ગુજરાતના પૂરપીડિતોની સેવા કરી હતી
- યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા
- વર્ષ 1970માં સંઘના પ્રચારક બની ગયા હતા.
- ભાજપના ગુજરાત રાજ્ય એકમની સ્થાપના કરનાર જનસંઘના નેતાઓના સંપર્કમાં આવ્યા હતા
- મોદીએ 1974માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને 19 મહિનાની લાંબી 'કટોકટી' સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી.
- 1985માં મોદીને સંઘે ભાજપમાં જવાબદારી સોંપી હતી, રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા.
- મુરલી મનોહર જોશીની કન્યાકુમારી-શ્રીનગર એકતા યાત્રાના આયોજન બાદ મોદી લોકપ્રિય થયા
- 1988માં ગુજરાત એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી.
- 1995માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.
- 1998માં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પ્રચાર માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.
આગળ વાંચો ગુજરાતનાં મુખ્યપ્રધાનથી ભારતના વડાપ્રધાન સુધીનો કાર્યકાળ....
અન્ય સમાચારો પણ છે...