તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલગ જ અંદાજ! પ્રમુખ સ્વામી મહારાજને તમે ક્યારેય આ રીતે સ્નાન કરતાં જોયા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંળગપુરઃ છેલ્લા ઘણા સમયથી બિમાર પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા છે, પ્રમુખ સ્વામીએ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અંતિંમ શ્વાસ લીધા હતાં. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હોવાના સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. લાખો હરિભક્તોની દર્શનવિધિની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, બે દિવસ પછી તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. પ્રમુખ સ્વામીનાં જીવનની સફર અનોખી રહી હતી.
શાંતિલાલ તરીકે 1921માં વડોદરાનાં ચાણસદ મુકામે દિવાળીબેન અને મોતીભાઇને ત્યાં જન્મેલા આ સંતે 22 નવેમ્બર, 1939નાં રોજ અમદાવાદમાં શાહપુરની આંબલીવાળી પોળમાં પાર્શદ દિક્ષા લીધી હતી. શાસ્ત્રીજી મહારાજે ત્યારે તેમને શાંતિ ભગત નામ આપ્યું હતું. શાસ્ત્રીજીની ઇચ્છાનુસાર તેમણે સંસ્કૃત શિક્ષણ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું. ગોંડલની અક્ષર દેરી ખાતે સાધુ તરીકેની દિક્ષા બાદ તેમને સાધુ નારાયણસ્વરૂપદાસ નામ આપવામાં આવ્યું હતું.

તો આવો, પંથ અને સંતની નવી જ વ્યાખ્યાઓ કરનાર ગુરુ શ્રી પ્રમુખ સ્વામીજીની કેટલીક જાણી-અજાણી તસવીરો જોઇએ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો