નરેન્દ્ર મોદીને પસંદ છે ગુજરાતી ભોજન: જાતે પણ બનાવી છે સ્વાદિષ્ટ ખીચડી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 67માં જન્મદિવસે માતાના આશીર્વાદ લેવા અને લીમખેડા-નવસારી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યાં છે. 16મીએ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરી મોદી સીધા રાજભવન જવાના છે. જ્યા રાત્રી રોકાણ કર્યાં બાદ સવારે માતાના આશીર્વાદ લઈ કાર્યક્રમમાં જોડાશે. ગુજરાતમાં મોદીના રાત્રી રોકાણને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ગાંધીનગર ખાતે તૈયારીમાં કઈ કચાશ ન રહે તે માટે પણ અધિકારીઓ કામે લાગી ગયા છે. રાજભવન ખાતે મોદીના રાત્રી ભોજન માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાની માહિતી મળી છે. અત્યંત વ્યસ્ત શિડ્યુલ હોવા છતા મોદી પોતાના સ્વાસ્થ્ય અને ભોજન પ્રત્યે પણ એટલા જ જાગૃત રહે છે.

મોદી તેમનો રસોઈયા બદ્રીને પણ સાથે લઈ ગયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન, આરએસએસના કાર્યકર હતા ત્યારથી જ પોતાના સ્વાસ્થ્ય અને ભોજનને લઈને હંમેશા જાગ્રત રહે છે. નરેન્દ્ર મોદી વિશે સમયાંતરે બહાર આવતી વિગતોમાં તેમના ભોજન કે સ્વાસ્થ્ય સંબંધિત વિગતોનો પણ સમાવેશ થયો હોય છે. હાલના સમયમાં લોકોને ભરપુર મરી-મસાલા અને તીખી તમતમતી ચીજ વસ્તુઓ ખાવાનો વધુ શોખ હોય છે, પણ આપણા વડાપ્રધાન આમાથી તદ્દન જુદા તરી આવે છે. વડાપ્રધાન મોદીને શુદ્ધ સાત્વીક ગુજરાતી ભોજનનો લ્હાવો લેવો વધુ પસંદ છે. ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે મોદી તેમનો રસોઈયા બદ્રીને પણ સાથે લઈ ગયા છે. તે પરથી અંદાજ લગાવી શકાય કે મોદીને પણ ગુજરાતી ભોજનનો સ્વાદ તો પસંદ જ છે.

કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ટીફીન પાર્ટી લોકપ્રિય હતી

નાનપણથી સંઘની પ્રવૃતિમા કાર્યરત રહેલા મોદી આરએસએસના પ્રચારક તરીકે હતા ત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ટીફીન પાર્ટી લોકપ્રિય હતી. નરેન્દ્ર મોદીની નજીક રહેલા અને તેને સારી જાણતા લોકોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીને મનપસંદ ડીસમાં થેપલા અને ખીચડી પ્રથમ ક્રમે આવે છે. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી પ્રચાર કે પ્રવાસ સમયે ખીચડી ખાવાનુ પસંદ કરે છે. મોદી અજાણ્યા સ્થળોએ લગભગ જમવાનુ ટાળે છે. મોટાભાગે તે પોતાના જ રસોઈયા દ્વારા બનાવાયેલા ગુજરાતી ફૂડ પસંદ કરે છે. નરેન્દ્ર મોદી જ્યારે આરએસએસમાં પ્રચારક જીવન જીવતા હતા ત્યારે દર શનિવારે બધા જ ઉપવાસીઓ માટે તેઓ ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવતા. કહેવાય છે કે સાબુદાણાની ખીચડી બધી સ્ત્રીઓને પણ નથી આવડતી, ત્યાં મોદીના હાથની ખીચડીનો સ્વાદ જેણે-જેણે ચાખ્યો છે તેમને યાદ રહી ગયો છે.
આદુ-ફૂદીનાવાળી ચા ફેવરિટ

નરેન્દ્ર મોદી દરરોજ સવારે 5.30 કલાકે અને સાંજે 6.30 કલાકે નરેન્દ્ર મોદી ચા પીવે છે. 16મી સપ્ટેમ્બર 2014નાં રોજ ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદી રાજભવનમાં રોકાયા હતા ત્યારે પણ તેમણે ફૂદીનાવાળી ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજભવનના કીચનમાં ફૂદીનો નહીં હોવાથી સર્કીટ હાઉસમાંથી ફૂદીનો લવાયો હતો.
આગળ વાંચો મેથીની ભાજીના થેપલા પણ ખૂબ જ પસંદ છે, મોદીએ કહ્યું, ખીચડી બનાવો અને થોડી ખીચડી સવાર માટે રાખી દેજો
અન્ય સમાચારો પણ છે...