તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદી અને મોરારજીઃ ગુજરાતે દેશને આપેલા બે PM વચ્ચે છે ઘણી સમાનતાઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ દેશને ગુજરાતે અધિકૃત રીતે બે વડાપ્રધાન આપ્યા. એક 1977માં અને બીજા 2014માં. બન્ને વડાપ્રધાને કોંગ્રેસ સામે બાંયો ચઢાવી અને દેશમાં એક લહેર ઊભી કરી સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવી. એકે ઇન્દિરા ગાંધીના શાસનને હચમચાવ્યું તો બીજાએ સોનિયા ગાંધીના દોરીસંચારથી ચાલતી સરકારને ઉથલાવી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ સ્વ. મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદીની. 29 ફેબ્રુઆરીએ મોરારજી દેસાઇનો જન્મ દિવસ છે અને તેને ધ્યાનમા રાખીને અમે ગુજરાતે દેશને આપેલા બે PM વચ્ચે રહેલી સમાનતાઓ અંગે વાત કરી રહ્યાં છીએ.
મોરારજી દેસાઇએ રાજકારણમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે, કોંગ્રેસમાં વરિષ્ઠ નેતા હોવા છતાં પણ તેમને એ સ્થાન મળ્યું નહોતું કે જેના તેઓ હકદાર હતા. તેમની સામે અનેકવાર એવી તકો આવી કે તેઓ વડાપ્રધાન બની શક્યા હોત પરંતુ રાજકીય કાવાદાવાઓએ તેમને નાયબ વડાપ્રધાન સુધી જ સિમિત રાખ્યા હતા. વડાપ્રધાન બનવાનું તેમનું સ્વપ્ન છેક 1977માં પરીપૂર્ણ થયું. એ પણ કોંગ્રેસ પાર્ટી તરફથી નહીં, જનતા પાર્ટી તરફથી. બીજી તરફ નરેન્દ્ર મોદી એક સામાન્ય કાર્યકર્તા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી અને પોતાની રાજકીય કોઠાસૂઝની મદદથી પીએમ પદ સુધી પહોંચ્યા.
મોરારજી દેસાઇની પીએમ પદ સુધીની સફરમાં ગોધરા, વલસાડ, સોમનાથ અને મુખ્યમંત્રીપદ મહત્વના રહ્યા તો જોગાનુજોગ નરેન્દ્ર મોદી માટે પણ આ તમામ બાબતો મહત્વપૂર્ણ રહી હતી. 29મી ફેબ્રુઆરી મોરારજી દેસાઇની જન્મજયંતી છે. સ્વાભાવિક છે કે તેઓ લીપ યરમાં જન્મ્યા હોવાના કારણે તેમની જન્મજયંતી દર 4 વર્ષે ઉજવાય છે ત્યારે આજે મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ સુધીની સફર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ ફેક્ટ્સ પર કરીએ એક નજર.
આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ ગોધરા અને વલસાડ સાથે જોડાયેલી સમાનતાઓ, મુખ્યમંત્રી તરીકે અને કોંગ્રેસના સફાયા સાથે જોડાયેલી સમાનતા
અન્ય સમાચારો પણ છે...