તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજ્જુ DSPની પત્ની અને ઇન્સપેક્ટરની લવ સ્ટોરીઃ ન થવાનું થયું!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડી.એસ.પી. ચૌધરી સાહેબની ધાક આમ તો પૂરા જિલ્લામાં જામેલી હતી, પણ એમના ડિપાર્ટમેન્ટની તો વાત જ પૂછવા જેવી ન હતી. પોલીસ ખાતાનો એક-એક કર્મચારી એમનું નામ માત્ર સાંભળીને થથરી ઊઠતો હતો. ગુનેગારોની તો હાલત બગડી ગઇ હતી. જેની મૂછે લીંબુ લટકતાં હતાં, તેવા અંધારી આલમના બેતાજ બાદશાહો પોતે જ લટકી પડ્યા હતા.

પોલીસ બેડામાં એક સારો પ્રસંગ આવી રહ્યો હતો. કેટલાક પોલીસ કર્મચારીઓનાં સંતાનોએ બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં જવલંત દેખાવ કર્યો હતો. નેવુ ટકાથી વધારે માકર્સ લઇ આવ્યા હતા. પોલીસ ખાતાની ઇચ્છા એવી હતી કે આ તેજસ્વી રત્નોનું સન્માન કરવામાં આવે. ‘આપણે એક સમારંભ યોજીએ. એમાં જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓને આમંત્રણ પાઠવીએ. બધાં સહકુટુંબ પધારે અને આ તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવે. પછી સહભોજન લઇને છુટા પડીશું.’ યુનિયનના મહામંત્રી પી.એસ.આઇ. દવેએ સૂચન રજૂ કર્યું.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...