તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંડનમાં સ્વામીનારયણ મંદિરમાં ભવ્ય સેલિબ્રેશન, જુઓ Pix

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારે વિલેસ્ડન સ્વામીનારાયણ મંદિરમાં 108 હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો અને સાંજે હનુમાન પૂજા રાખવામાં આવી હતી.
રવિવારે સ્ટેનમોર ધર્મ ભક્તિ સ્વામીનારાયણ મંદિરમાં લક્ષ્મી પૂજન-ચોપડા પૂજન રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંદિરના પટાંગણમાં ફટાકડાં ફોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ફૂડ સ્ટોલમાં ચીપ્સ, ભજીયા અને પિત્ઝા બનાવવામાં આવ્યા હતા. 700થી વધારે લોકોએ ફટાકડાં ફોડવાનો આનંદ માણ્યો હતો. લંડનમાં અત્યારે વરસાદ અને ઠંડીનો માહોલ હોવા છતાં લોકોએ મજા માણી હતી.
સોમવારે મંદિરમાં દર્શન માટે ઘસારો જોવા મળ્યો હતો. મંદિર નજીકની સ્કુલમાં બાળકોને ભગવાનને ઘરાયેલ અન્નકૂટ અને દિવાળી શા માટે ઉજવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી. મંદિરમાં આવનાર તમામને પ્રસાદી રૂપે જમાડવામાં આવે છે તો આ બાળકોએ પણ લાભ લીધો હતો. હેરોના MP બોબ બ્લેકમેન અને તેની સાથે કાઉન્સિલર યોગેશ તેલી અને વિણા મીઠાણીએ પણ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓએ અન્નકૂટ આરતી અને લોકોને મળવાનો લ્હાવો લીધો હતો.
લંડનમાં દિવાળીની ઉજવણી અને અન્નકૂટની આરતીનો લ્હાવો લેવા માટે તસવીરો આગળ બદલો...
તમામ તસવીરો: સૂર્યકાન્ત જાદવા, લંડન