તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઐતિહાસી વારસાની અનોખી ભેટ મળી ગુજરાતને, આજે પણ જીવંત છે આ તળાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતના ઇતિહાસમાં સહસ્ત્રલિંગ તળાવનો ઉલ્લેખ જોતાં જણાય છે કે તળાવ પૌરાણિક કાળથી અહીં અસ્તિત્વ ધરાવે છે. ભારત દેશ તેમાંય ગુજરાત રાજ્યના ડુંગરાળ પ્રદેશ સિવાય લગભગ દરેક ગામમાં નાનાંમોટાં તળાવ આવેલાં છે. આ તળાવો તેમની શોભા તો વધારે જ સાથે સાથે-સાથે પહેલાના સમયમાં તેનો પૈયજળ માટે ઉપયોગ પણ લેવાતો હતો. આવા તળાવોમાં અમદાવાદનું કાંકરીયા તળાવ, વડોદરાનું સુરસાગર તળાવ, જામનગરનું લાખોટીયા તળાવ આજે પણ ગુજરાતની શોભા વધારે છે.

જામનગરનું લાખોટા તળાવ

દર વર્ષે આ તળાવમાં, પક્ષીઓની આશરે 75 જાતિઓ ઊતરી આવે છે, જેમાં પૅલિકન(મોટી ચાંચવાળા બતકો), સુરખાબ, સ્પૂનબિલ(ચમચબઝ), બતકો, ટર્ન અને ગલ સામેલ છે. શહેરની બરાબર મધ્યમાં આવું દૃશ્ય જોવા મળે તે ખરે જ સાનંદાશ્ચર્યની બાબત છે, અને તે આ સ્થળને અત્યંત ચેતનવંતુ પક્ષીસ્થળ બનાવે છે. સાંજના સમયે તળાવની આસપાસનું વાતાવરણ ટહેલવા નીકળેલા અને તળાવની લહેરખીઓ સાથે ચા, કુલ્ફી અથવા જુદી જુદી વાનીઓની અસંખ્ય લારીઓમાંથી ચાટ માણવા ઊભરેલા લોકોથી જીવંત હોય છે. રાત્રે તળાવ પર ખૂબ સુંદર રોશની કરવામાં આવે છે. તમે તેમાં 15-મિનિટની બોટ-સફર લઈ શકો છો, અથવા પેડલ બોટ પણ ભાડે લઈ શકો છો. તળાવની આસપાસ બગીચાઓ, શાકભાજી માટેનું રાત્રિબજાર અને એક નાનું પ્રાણીસંગ્રહાલય સુદ્ધાં બનાવવામાં આવ્યું છે.

અમદાવાદનું કાંકરીયા તળાવ
 
લગભગ એક માઇલના ઘેરાવામાં આવેલું બહુકોણીય તળાવ 1451મા સુલતાન કુત્બ-ઉદ્દ-દીને બંધાવડાવ્યું હતું. તળાવના કેન્દ્રમાં નગીના વાડીના નામે ઓળખાતા ઉનાળુ મહેલ સાથે એક ટાપુ-બગીચો છે. આ તળાવ હવે તો આનંદપ્રમોદનું એક લોકપ્રિય કેન્દ્ર બની ગયું છે અને તેની આસપાસ બાલ વાટિકા, બોટ ક્લબ, કુદરતી ઇતિહાસ સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલય આવેલા છે.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો, ખેડા જિલ્લાના ડાકોરનું ગોમતી સરોવર.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો