તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ સ્થળોએ નજર સમક્ષ ફરે છે Wild Animals, ગુજરાતના ટોપ-10 અભ્યારણ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: જો તમારે ફરવા જવું છે પણ રજાના ખાલી એક-બે દિવસો જ છે તો ચિંતા ના કરો આ છે ગુજરાતના એવા સ્થળો જ્યા તમે એક- બે દિવસ રોકાઇને પ્રવાસનો આનંદ ઉઠાવી શકો છો.જ્યાં તમને અલગ અલગ પ્રકારના પ્રાણીઓ પક્ષીઓ હરીયાળી ભર્યા જંગલો જોઇ શકશો. ગુજરાતમાં ગણા એવા સરોવરો પણ છે જ્યા એકવાર તો જવુ જોઇએ. તો આજે એવા જ કઇક સ્થળો વિશે તમને જણાવા માંગીશું જ્યા તમે ઓછા સમયમાં વધારે આનંદ ઉઠાવી શકશો.

જેસોર હિલ રીંછ અભયારણ્ય

અંબાજીના પ્રવાસે જતા લોકોને ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનની સરહદ નજીક હવે વધુ એક ઇકો- ટુરીઝમ સાઇટનો લહાવો મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરથી 45 કિલોમીટર દૂર આવેલા રીંછના અભ્યારણ્ય તરીકે જાણીતા ‘જેસોર હિલ સ્લોથ બૅર સેંક્ચ્યુરી’ને ઇકો- ટુરીઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવશે. જ્યાં કેમ્પીંગ સાઇટ, કોટેજીસ, બોટોનિકલ ગાર્ડન, બટરફ્લાય પાર્ક, બર્ડ હાઉસ, બેર હાઉસ, ટ્રેકીંગ માટે વોક વે, ઓપન થિયેટર, એજ્યુકેશન સેન્ટર વગેરે આકર્ષણો ઉભા કરવામાં આવશે. રાજયમાં જેસોર હિલ્સ સૌથી વધુ ઊંચાઇ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે.

રાજસ્થાનથી નજીક અને અંબાજી હાઇવેની પાસે આવેલા અભ્યારણ્યના કુદરતી સૌંદર્યને પ્રવાસીઓ માણી શકે માટે તેને ‘ફેસ લિફ્ટ’ કરવામાં આવશે. ચોમાસા પછીથી શિયાળા સુધીનો સમય અભ્યારણ્યની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સમય છે. જેસોરમાં ભગવાન શિવના કેદારનાથ મંદીરની મુલાકાતે મોટી સંખ્યામાં નાગરીકો આવતા હોવાથી સ્થળને ઇકો- ટુરીઝમ સાઇટ તરીકે વિકસાવવામાં આવે તો લોકોને ગુજરાતમાં ફરવા માટે વધુ એક સ્થળ મળે તેમ છે. ઉપરાંત સ્થળ આબુ-અંબાજી હાઇવેની ખુબ નજીક આવ્યું હોવાથી ‌વાઇલ્ડ લાઇફ અને નેચરલ બ્યુટી માણવા માટે લોકોએ બહુ દૂર જવું નહિ પડે. વિસ્તારમાં એક મોટુ તળાવ પણ છે.

નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટીટ્યુટ ઓફ આર્કીટેકચરના ડીરેકટર પ્રો. ઉત્પલ શર્માએ જણાવ્યું હતું કે રાજ્યના પ્રવાસન વિભાગે જેસોર હીલ્સને ઇકો- ટુરીઝમ તરીકે વિકસાવવાની જવાબદારી અમને સોંપી છે. રૂ. પાંચ કરોડનો પ્રોજેકટ પૂર્ણ કરવામાં અંદાજે બે વર્ષનો સમય લાગશે અને હાલમાં અમે પ્રિલિમનરી પ્રપોઝ રજૂ કરી છે.

દીપડો, અજગર અને પતંગિયાનું ઘર જેસોર

વનવિભાગનાતાબા હેઠળ આવતું જેસોર અભ્યારણ 180.66 ચોરસ કિલોમીટરમાં ફેલાયું છે અને તેને વર્ષ 1978માં ભારત સરકારે વાઇલ્ડલાઇફ સેંક્ચ્યુરી તરીકે જાહેર કર્યું હતું. અભ્યારણ્યમાં દીપડો, સાપ, કાચબા, વિવિધ પ્રકારની ગરોળીઓ, શાહુડી, શિયાળ, રંગબેરંગી પતંગિયા વગેરે જોવા મળે છે. જવલ્લે જોવા મળતા ‘ઇન્ડીયન પાયથન’(અજગર) મુની જી કી કુટીયાની પાછળ જોવા મળે છે.

આગળ ક્લિક કરી વાંચો, ગિર નેશનલ અભયારણ્ય, સાસણ ગીર....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો