કૃષ્ણ પણ કાઠિયાવાડી છે, દ્વારકાથી લઈ ભાલકાતીર્થ સુધી કણકણમાં જીવંત છે કાનૂડો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર દ્વાપરયુગના અંતના સમયમાં ઉત્તરમાં મથુરામાં થયો. લીલા કરવા માટે ગોકુળ પહોંચ્યા. અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી ગોકુળ રોકાયા. ત્યારબાદ પુનઃ મથુરા પહોંચ્યા. 14 વર્ષ સુધી મથુરા રોકાયા. મથુરા મુક્ત કરી લીલા કરવા માટે ત્યારે અનર્ત તરીકે ઓળખાતું સૌરાષ્ટ્ર પસંદ કર્યું. સો વર્ષ સુધી ભગવાન કૃષ્ણ દ્વારિકા રોકાયા. એથી આપણે સૌ ગર્વથી કહી શકીએ કે ભગવાન શ્રીકૃષ્ણ કાઠીવાડી છે. દ્વારકાનું પૌરાણિક  નામ છે દ્વારાવતી. શ્રીકૃષ્ણએ પોતાના અવતારકાર્યને તમામ દાયિત્વ અહીંયાથી જ નિભાવ્યું છે.
 
(પૂરક માહિતી : ભાગવતાચાર્ય આશીષભાઈ વ્યાસ)

દ્વારિકામાં વિશાળ મહેલો વિપુલ સંપત્તિ અને સકુશળ રાજ્યની ભગવાને સ્થાપના કરી યદ્યપિ રાજા ન બન્યા, રાજ્ય તો ઉગ્રસેન મહારાજને સમર્પિત કર્યું. પરંતુ આજે પણ દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ કહેવાય છે કારણ કે કૃષ્ણ એ દ્વારિકાનો પ્રાણ છે. ભગવાન કૃષ્ણ સાથે સંલગ્ન ગુજરાતના ઘણા બધા સ્થાનોની પણ કથા પુરાણોમાં મળે છે, થોડી દંતકથાઓ પણ મળે છે. એ સ્થળોની માનસિકયાત્રા આવો આપણે આજે દિવ્ય ભાસ્કરની સાથે કરીએ.
 
દ્વારિકામાં સો વર્ષ લીલા કરી

મથુરા મુક્ત કરીને ભગવાન કૃષ્ણ દ્વારિકા રહેવા આવ્યાં છે. ભગવાનના લગ્ન ભગવાનનો અવતાર કાર્ય ભગવાનનો પરિવાર એ દ્વારિકાની સંલગ્ન છે પૌરાણિક અને દંતકથાઓમાં પણ એવું કહેવાયું છે કે આખી દ્વારિકા સોનાની હતી. ભગવાને વિશ્વકર્માજી પાસે દ્વારિકાનું નિર્માણ કરાવ્યું. જ્યારે ભગવાન કૃષ્ણ લીલા સમાપ્ત કરી અને પોતાના ધામમાં ગયા તયારે દ્વારિકાને ભગવાન કૃષ્ણે સમુદ્રમાં ડૂબાડી દીધી જેના અસ્તિત્વ અત્યારે સમુદ્રમાંથી મળી રહ્યા છે. જેનું વિજ્ઞાને પણ સંશોધન કર્યું છે. 7 મોક્ષનગરીમાં એક નગરી દ્વારાવતી પણ છે. કૃષ્ણ જ સ્વયં રાજા બનીને રહ્યા એ નગરીનું નામ છે દ્વારિકા.
 
આગળ વધુ વાંચો: માધવપુરમાં રુક્મિણી વિવાહ
 
અન્ય સમાચારો પણ છે...