તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BAPSના નવા વડાનો B'Day: વિનુ પટેલમાંથી મહંતસ્વામી બનવા સુધીની સફર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: 13 ઓગસ્ટ 2016નાં રોજ સાંજના સમયે બીએપીએસના પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થતા દુનિયાભરમાં રહેતા તેમના અનુયાયીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બીએપીએસની પ્રણાલિ અનુસાર બાપાના બ્રહ્મલીન થયાની થોડી જ પળોમાં તેમના અનુગામીની તરીકે મહંત સ્વામીના નામ જાહેરાત કરવામાં આવી હતી. 13 સપ્ટેબરના રોજ બીએપીએસના નવા વડા મહંતસ્વામીના જન્મદિવસ છે પરંતુ મહંત સ્વામીનો જન્મદિવસ તીથી પ્રમાણે સાદાઈથી ઉજવવામાં આવશે. મંહત સ્વામી બન્યા બાદ તેમનો આ પ્રથમ જન્મ દિવસ છે. તીથી પ્રમાણે મંહત સ્વામીનો બર્થ-ડે 24 સપ્ટેમ્બરે સાદાઈથી ઉજવાશે.
પરિવારજનો તેને હુલામણા નામ વિનુથી બોલાવતા

મહંતસ્વામીએ 1957માં યોગીજી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા લીધી હતી. મૂળ આણંદના વતની અને વેપાર વ્યવસાય માટે જબલપુરમાં સ્થાયી થયેલા મણિભાઈ નારાયણભાઈ પટેલ તથા ડાહીબહેનને ત્યાં 13 સપ્ટેમ્બર, 1933એ મહંતસ્વામીનો જન્મ થયો હતો. તેમના જન્મના થોડા જ દિવસો બાદ બીએપીએસના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જબલપુર ગયા હતા અને તેમણે બાળ મહંતસ્વામીને આશીર્વાદ આપી કેશવ નામ આપ્યું હતું. જોકે પરિવારજનો તેને હુલામણા નામ વિનુથી બોલાવતા હતા. જબલપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા અને આણંદની એગ્રીકલ્ચર કૉલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

દીક્ષા બાદ તેઓ વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા

આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા મહંતસ્વામી વર્ષ 1951-52માં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા હતા. યોગીજી મહારાજથી પ્રભાવિત થતાં તેઓ ઉનાળુ વૅકેશનમાં તેમની સાથે પ્રવાસ કરવા લાગ્યા હતા. વર્ષ 1957માં વસંતપંચમીએ યોગીજી મહારાજે તેમને પાર્ષદી દીક્ષા આપી વિનુભગત નામ ધારણ કરાવ્યું અને પોતાની સાથે વિચરણ તથા પત્રલેખનની સેવામાં જોડ્યા હતા. દીક્ષા બાદ તેઓ વિનુ ભગત તરીકે ઓળખાવા લાગ્યા. વર્ષ 1961માં તેમને ગોધરામાં દીક્ષા અપાઈ હતી અને સ્વામી કેશવજીવનદાસ બન્યા હતા. તેમણે મુંબઈમાં નવી દીક્ષા લેનારા 51 ઉચ્ચ શિક્ષિકોને સંસ્કૃતનું શિક્ષણ આપ્યું હતું અને દાદર મંદિરના વડા (મહંત) તરીકેની જવાબદારી સોંપાઈ હતી.

વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા

વર્ષ 1971માં યોગીજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ મહંતસ્વામી પ્રમુખસ્વામીને સમર્પિત થઈ સંપ્રદાયની સેવા કરી શરૂ કરી હતી. તપ, વ્રત, સંયમ, ભક્તિ, સાધુતા, વિનમ્રતા, સરળતાને બુદ્ધિમતા જેવા સદ્દગુણો અને સેવામય જીવનથી તેઓ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજની સતત પ્રસન્નતા પામતા રહ્યાં. વર્ષ 2012માં 20મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પ્રમુખસ્વામી મહારાજે તેઓને પોતાના ભાવિ ઉત્તરાધિકારી તરીકે સ્થાપીને તેમને ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરૂપરંપરાના છઠ્ઠા ગુરૂદેવ તરીકે આદરણીય સ્થાન આપ્યું.

પત્ર દ્વારા પ્રમુખસ્વામીએ મહંતસ્વામીને જવાબદારી સોપી હતી

પત્ર દ્વારા પ્રમુખસ્વામી મહારાજે મહંત સ્વામીને પત્રવ્યવહાર અને સંતસંગીઓના પ્રશ્નોના સમાધાનની જવાબદારી આપી હતી. પ્રમુખસ્વામી મહારાજે સર્વે ત્યાગી અને સત્સંગીઓને આ અંગેની જાહેરાત કરી હતી. તેમની નાદુરસ્ત તબિયતને કારણે લોકોને રૂબરૂ મળી શકાતું નહીં હોવાનો તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. જેને પગલે હવે તમામ પ્રશ્નોનું માર્ગદર્શન મહંત સ્વામી પાસેથી મેળવવા પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું હતું.

મહંતસ્વામી તરીકે કેવી રીતે ઓળખાયાં

વર્ષ 1961માં તીર્થધામ ગઢડા ખાતે યોગીજી મહારાજે એકસાથે 51 સુશિક્ષિત નવયુવાનોને ભાગવતી દીક્ષા આપી ત્યારે વિનુભગતને કેશવજીવનદાસ સ્વામી નામ ધારણ કરાવ્યું હતું. નવદીક્ષીત 51 યુવાનોને યોગીજી મહારાજે મુંબઈ ખાતે સંસ્કૃતના અધ્યયન માટે મુક્યા ત્યારે એ સૌના મહંત તરીકે કેશવજીવનદાસ સ્વામીને મુક્યા ત્યારથી તેઓ મહંતસ્વામી નામે સૌના માટે આદરણીય બન્યાં.

આગળ વાંચો કોણ છે પ્રમુખ સ્વામીના ઉત્તરાધિકારી મહંત સ્વામી?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો