જલારામ બાપાની 214મી જન્મજયંતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલારામ બાપાની 214મી જન્મજયંતી આજે સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક ઉજવાઇ રહી છે. વિરપુર મંદિરમાં દર્શન માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મંદિર પર ભક્તોની સગવડતા માટે ખાસ વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નોંધનીય છે કે વિરપુર જલારામ મંદિર તેની ઉદારતા માટે પ્રખ્યાત છે. કદાચ વિશ્વનું આ પહેલું એવું મંદિર હશે જ્યાં કોઇ પણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી. ભક્તોને બંને ટાઇમ મફત જમાડવામાં આવે છે. ભોજનમાં બૂંદી,પૂરી, બટાટાનું શાક, ખીચડી-કઢી જેવા પકવાન પીરસવામાં આવે છે.

રાજકોટ અને જેતપુર વચ્ચે નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા ગાગર જેવડા ગામ વિરપુરમાં વિક્રમ સંવત 1856 કારતક સુદ સાતમના રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલારામ બાપાનો જન્મ થયો હતો. જલારામ બાપાએ બાળપણથી દુઃખિયા અને ભૂખ્યાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

જલારામ મંદિરની વધુ તાજા તસવીરો જોવા માટે આગળ તસવીરો બદલતાં જાવ....