• Gujarati News
  • Heavy Rain In Gujarat, Ground Report By Divyabhaskar.com

ગુજરાતમાં મેઘતાંડવ: રાજ્યમાં સર્જાઈ તારાજી, આંખો દેખો અહેવાલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરતમાં તોફાની પવન સાથે રાતભર તૂટી પડેલા વરસાદમાં અસંખ્ય વૃક્ષો અને વીજવાયરો તૂટી જતાં વીજલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે સોમવાર રાત્રિથી મંગળવારે આખો દિવસ વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. સતત ચાર દિવસના વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ગુજરાતમાં જર્જરીત મકાનોની દીવાલ પડતાં ઘણા મોત પણ થયા છે.જ્યારે બાલીસણા ગામમાં એક યુવાન ધસમસતા પાણીના વહોળામાં તણાઈ ગયો હતો. ઢીંચણથી કેડ સમા પાણી ભરાઈ રહેતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા.
પાટણમાં સાગોટાની બજી શેરીમાં રહેતા કૌશીકકુમાર કીર્તિભાઈ દરજી સોમવારે રાત્રે 8 : 30 વાગ્યાના અરસામાં બાઇક પર તેમના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટાંકવાડા રોડ પર એક મકાનની જર્જરીત દીવાલ તૂટી તેમના પર પડતા યુવાનનું મોત થયું હતું. અન્ય એક ઘટનામાં પાટણ તાલુકાના બાલીસણા ગામમાં દેલા તળાવમાં ધસમસતા પાણીના પ્રવાહમાં મંગળવારે સવારે 6 વાગ્યાના સમયે ગાંડાભાઈ શંભુભાઈ દેસાઈ (37) વહોળામાં સરકી જતાં તણાયા હતા. તેમની શોધખોળમાં પણ મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો હતો એમ ગ્રામજનોએ જણાવ્યું હતું.
પાટણ શહેરમાં સોમવારે સાંજે 7 વાગ્યાથી વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અનરાધાર વરસાદના કારણે વીજપુરવઠો બંધ થઈ ગયો હતો. ભારે વરસાદના કારણે રેલવે સર્કલથી રેલવે ગરનાળા થઈ પોલીસ કચેરી અને કોર્ટ કચેરી સુધીના રસ્તામાં ઢીંચણથી કેડ સમા પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આનંદ સરોવર છલોછલ થતાં ભયજનક સપાટીના કારણે આસપાસની સોસાયટીના રહીશો ચિંતામાં મૂકાયા હતા. સરોવરમાંથી કેનાલ મારફતે પાણીનો નિકાલ કરાયો હતો. જોકે કેનાલ પણ બંને કાંઠે છલોછલ વહેતી હતી.
આગળ ક્લિક કરો અને જુઓ ગુજરાતમાં તારાજી સર્જાઈ તેની તસવીરો....