જામનગરના આ ગામમાં આવેલું છે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર

એક ઐતિહાસિક માન્યતા મુજબ મંદિરમાં વિષ્ણુ-સ્કંદની મૂર્તિઓની પૂજા થતી હોવાનું માને છે

divyabhaskar.com | Updated - Jun 24, 2015, 12:02 AM
Gujarat's Most ancient temple at gop in jamnagar
અમદાવાદઃ સૌથી વધુ પ્રાચીન સ્મારક કે ભવન હોય તો તે જામજોધપુર તાલુકામાં આવેલું ગોપનું મંદિર છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. આ મંદિરના કાળ અને દેવતા બાબતે હજુ પણ વિદ્વાનો એકસૂર નથી. કેટલાક તેને રામ-લક્ષ્મણનું તો કોઇ સૂર્ય મંદિર હોવાનું ગણાવે છે. એક ઐતિહાસિક માન્યતા મુજબ મંદિરમાં વિષ્ણુ-સ્કંદની મૂર્તિઓની પૂજા થતી હોવાનું માને છે.
મંદિરની બાંધણી અને સ્થાપત્ય કળા ઉપરથી તેમાં સિંધના મિરપુર ખાસની અસર દેખાય છે. ડો. આર.એન. મહેતા અને ડો. હસમુખ સાંકળિયાના મતે આ મંદિર પાંચમી સદીનુ હોવાની શક્યતા છે, કારણ કે મિરપુર ખાસના સ્તૂપને સરખાવવામાં આવે તો તેનો સમયગાળો ગોપના મંદિરને બંધબેસતો આવે છે અને કોઇપણ સંજોગોમાં જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ પહેલાનો હોઇ શકે નહીં. બન્ને સ્મારકો ઉપર સેતા બારી, કોતરણી સમાન હોવા છતાં જૂનાગઢ ગોપ કરતા પહેલાનું ગણાય છે. ગોપના મંદિરે વૈદિક હેતુઓ ગુમાવી દીધા છે. વળી મંદિરની આજુબાજુમાંથી પોલીશ્ડ રેડ વેર(લાલ ઠીકરો) ઉપરથી મંદિર ક્ષત્રપ કાલન હોવાની માન્યતા દૃઢ બને છે.
ગોપ મંદિરની લાક્ષણિકતાઓ મુજબ પિરામીડ આકારનું શીખર કાશ્મીરી બાંધકામનો નિર્દેષ કરે છે. મંદિરના બાંધકામ માટે જે તે સમયમામાં મંદિર નિર્માણના નિષ્ણાત કારીગરો બોલાવાયા હોવા જોઇએ, કારણ કે મંદિરની બાંધણી ભૂખરા પથ્થરને એક સરખા ઘડીને કરવામાં આવી છે. બાંધકામમાં ક્યાંય માટી કે અન્ય સામગ્રી વપરાઇ નથી. એટલે બાંધકામ ઉપરથી અને દ્વારની શિલા ઉપર અંકિત બ્રાહ્મી લિપીના અક્ષરો ઉપરથી ગોપનું મંદિર વૈષ્ણવ મંદિર હોવાની પણ માન્યતા છે. તે આઠમી સદીનું હોવાનું મનાય છે.
ગોપના મંદિરનું માત્ર ગર્ભદ્વાર જ હાલમાં જોવા મળે છે. ગર્ભગૃહની આજુબાજુમાં 50 ફૂટની જગતી છે. તેથી મંદિરના ગર્ભગૃહથી આગળની ભાગમાં લાકડાનો મંડપ છે. તાજેતરમાં મંદિરમાં બીમના લાકાડાનો રિડેયો કાર્બન સ્ટેટ કરાવતા લાકડું ઇ.સ. 550નું હોવાનું જાણવા મળ્યું છે. ગોપના મંદિરથી થોડેક દૂર પૂર્વમાં મળી આવેલ શિવલિંગ અને સ્કંદ જે શિવપંથના ગણાય છે, તેની પૂર્તિ ગોપનું મંદિર શિવનું હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. અન્ય એક કિવંદી અનુસાર આ મંદિર આશરે પાંચેક હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણએ બનાવેલુ છે. ગોપીઓ અને ગોપ સાથે નૃત્ય કરતાં શ્રીકૃષ્ણએ તેમના નામ ઉપરથી ગોપેશ્વર નામ આપ્યું હતું. જે પછી ગોપનાથ તરીકે પ્રસિધ્ધ થયું છે. તેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ થયો છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ મંદિરની તસવીરો

Gujarat's Most ancient temple at gop in jamnagar
Gujarat's Most ancient temple at gop in jamnagar
Gujarat's Most ancient temple at gop in jamnagar
Gujarat's Most ancient temple at gop in jamnagar
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App