ગુજરાતના આ 5 ગામ ઓળખાય છે ડિઝિટલ વિલેજ તરીકે

ગુજરાતના નાના ગામોને ડિજિટલ ગામ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

divyabhaskar.com | Updated - Jun 08, 2016, 09:00 PM
Gujarat top 5 village become Digital
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ડિઝિટલ ઇન્ડિયા બનાવવાની પહેલ કરી, પરંતુ ડિઝિટલ ઇન્ડિયા બનાવવા પ્રથમ ગ્રામિણ વિસ્તાર ડિઝિટલ હોવા જરૂરી છે. કારણ કે સાચું ભારત ગામડાઓમાં વસે છે. ગુજરાતના નાના ગામોને ડિજિટલ ગામ બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી કરી ગામમાં રહેતા લોકોને સંપૂર્ણ સુવિધાનો ફાયદો મળી રહે. આ જે તમને એવા જ કેટલાક ગામો વિશે જણાવી રહ્યા છીએ. જેની સુવિધાઓ મોટા શહેરોને પણ ‘ઝાંખી’ પાડે છે. ગુજરાતના આ પાંચ ગામડાઓને વાઇફાઇ, સીસીટીવી, ફ્રી ઇન્ટરનેટ સેવા, શૌચાલયો, જેવી સુવિધાથી સજ્જ કરી પોતાના ગામને એક ડિજિટલ ગામમાં પરિવર્તિત કરી નાખ્યાં છે, જેના કારણસર ગામમાં રહેતા લોકો સરળતાથી પોતાની રોજબરોજની કામગીરી કરી શકે છે. ખેડુતો માટે પણ ઘણી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેના કારણસર તે પોતાની ખેતીની સંપૂર્ણ જાણકારી ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, અને તેને વધુ ઉપજાઉ કેમ બનાવી તે પણ જાણી શકે છે.
સાબરકાંઠા જિલ્લાનું અકોદરા ગામ

- અકોદરા ગામ ભારતનું સૌ પ્રથમ 'ડિજિટલ વિલેજ' તરીકે ઓળખાય છે.
- 2 જાન્યુઆરી 2015ના રોજ આઈસીઆઈસીઆઈ બેંકના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકોદરાને 'ડિજિટલ વિલેજ' તરીકે લોકાર્પિત કર્યું હતું.
- ગામ ડિજિટલ બન્યા બાદ દૂધ મંડળીથી લઈને શાકભાજી કે ઘરવખરી તમામ જગ્યાએ લોકો કાર્ડ અથવા મોબાઈલ માફરતે પૈસા ચૂકવે છે.
- શાળાના વિદ્યાર્થીઓ પણ ટેબ્લેટ અને એલઈડી મોનિટર પર પુસ્તકો વાંચે છે.
- ગામમાં આઈસીઆઈસીઆઈ બેન્ક પણ ઉપલબ્ધ છે. આ બેન્કે નવેમ્બર મહિનાથી આ અંગેની તૈયારી શરૂ કરી નાખી હતી.
- આ ગામમાં વાઈફાઈ સુવિધા પણ રાખવામાં આવી છે. જે કારણે ગામના લોકો સહેલાઇથી પોતાના કાર્ય કરી શકે છે.
- ગામમાં આંગણવાડીથી લઈ હાયર સેકન્ડરી સ્કૂલમાં બાળકોની ભણવાની રીત બદલાઈ ગઈ છે.
-શાળામાં બ્લેક બોર્ડની જગ્યા સ્માર્ટ બોર્ડે લીધી છે અને ટીવી મારફતે ત્યાના બાળકોને ભણાવવામાં આવે છે.
- અહિ ઇ-હેલ્થ સેન્ટર પણ બનાવેલુ છે જેનાથી ગ્રામ્યજનો ફક્ત એક બટન દબાવીને પોતાનો મેડિકલ એકોર્ડ ચેક કરી શકે છે.
-ગામમાં ટેલિ-મેડિસિનની સુવિધા હોવાથી દૂર દૂરના ડોકટરોની સલાહ લઈ શકાય છે.
આગળ ક્લિક કરીને વાંચો, નવસારીનું પણંજ ગામ વિશે...

Gujarat top 5 village become Digital
નવસારીનું પણંજ ગામ

- ગુજરાત રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં આવેલું નવસારીનું પણંજ ગામ આજના સમયમાં ડિજિટલ તરીકે ઓળખાઇ રહ્યું છે.
- પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયાને સાકાર કરવા માટે www.pananjgam.in નામની વેબસાઇડ બનાવી નાખી છે.
- જેનું લોકાર્પણ ગામના આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
- યુવક દ્વારા બનાવેલી વેબસાઇટમાં ગામની તમામ વિગતો આપવામાં આવી છે.
- ખેડુતો પોતાના ખેતર, પાક અને તેની માવજત માટેનું માર્ગદર્શન અને વાતાવરણ અનુસાર દવા છાંટવી વગેરેની માહિતી મુકેલી છે. જેથી કરીને ખેડુતો તેમના પાકનું ઓનલાઇન વેચાણ કરી શકે છે.
- વેબસાઇટ લોન્ચ કરતા જ અમેરિકાના જ્યોર્જિયાથી રીંગણ અને મરચાની ઇનક્વાયરી થવા લાગી.
- ક્રુષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી ચિરાગે આ વેબસાઇટમાં ઓનલાઇન કોર્સને પણ એડ કરી કોમ્પ્યુટર શિક્ષણને અનેરૂ મહત્વ આપ્યું છે.
-ડિજિટલ વિલેજ કોંસેપ્ટને વધુ સફળ બનાવવા માટે ચિરાગે ગામમાં રહેતા યુવકોની મદદથી સમગ્ર વિલેજને વાઇફાઇ મળી રહે એવા આયોજન સાથે એન્ડ્રોઇડ એપ્સ બનાવાની શરૂ કરી છે.
 
આગળ વાંચો, ભરૂચના વગુસણા ગામ વિશે....
Gujarat top 5 village become Digital
ભરૂચનું વગુસણા ગામ

- ભરૂચનું વગુસણા ગામ જિલ્લાનું પ્રથમ ડિજિટલ વિલેજ બની ગયું છે.
- સમગ્ર ગામમાં 1 લાખના ખર્ચે 10 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે.
-  આગામી દિવસોમાં ગ્રામજનો ફ્રી વાઇ-ફાઇથી જોડાય તે માટેના પ્રયાસ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યાં છે.
- પંચાયત દ્વારા ગ્રામજનોની સુવિધા માટે રસ્તા અને પાણીની સુવિધાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
- ચોરીના બનાવો અટકાવવા માટે ભરૂચ જિલ્લાના વગુસણા ગામના લોકોએ સમગ્ર ગામને સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ કેદ કર્યું છે.
- ગ્રામ પંચાયતે 1 લાખના ખર્ચે ગામના દરેક વિસ્તારોમાં કુલ 10  સીસીટીવી કેમેરા લગાવ્યાં છે. જે તમામ કેમેરાનું મોનિટરિંગ ગ્રામ પંચાયતની કચેરી ખાતે કરવામાં આવી રહ્યું છે.
-આગામી દિવસોમાં સમગ્ર ગામ ફ્રી વાઇફાઇથી સજ્જ થાય તે માટેનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
 
આગળ વાંચો, સાબરકાંઠા જિલ્લાનું અકોદરા ગામ વિશે...
Gujarat top 5 village become Digital
ચીખલી તાલુકાનું તલાવચોરા ગામ

- ચીખલી તાલુકાનું તલાવચોરા રાજ્યનું ત્રીજું ડિજિટલ ગામ બન્યું છે.
- ગામના સોફ્ટવેર એન્જિનિયર રાહુલકુમાર મિસ્ત્રીએ ગામની વેબસાઇટ બનાવાતા વિશ્વમાં તલાવચોરા ગામની ઓળખ ઊભી થઈ છે.
- ગામના સરપંચ ડો.અશ્વિન પટેલ કહે છે, વિવિધ યોજનામાં રસ્તા, ગટર, બોર, પાકી ગટર, વીજળી, આવાસની સુવિધા ઊભી કરાતા આજે ગામની કાયાપલટ થઈ ગઈ છે.
- 1970માં કાવેરી નદી પર બનાવાયેલા ચેકડેમથી ગામ લોકોએ ખેતીની શરૂઆત કરતા સૌપ્રથમ ઉનાળુ ડાંગરની ખેતી કરી. આજે તલાવચોરા ખેતીથી સમુદ્ધ ગામ બનવા સાથે આર્થિક સમૃદ્ધિને વર્યું છે. શિક્ષણ મેળવી અનેક લોકો વિદેશ પણ સ્થાયી થયા છે.
- 1989-90માં ગામમાં પાકા રસ્તા બનવાની શરૂઆત થતા સરકારની વિવિધ યોજનામાંથી મોટા ભાગના રસ્તા પાકા થયા.

આગળ વાંચો, સોમનાથ જિલ્લાનું બાદલપરા ગામ બન્યું 'ડિજિટલ વિલેજ'
 
Gujarat top 5 village become Digital
સોમનાથ જિલ્લાનું બાદલપરા ગામ બન્યું 'ડિજિટલ વિલેજ'

 - સરસ્વતી નદીના કાંઠે વસેલું બાદલપરા ગામ બન્યું આદર્શ ગામ
 - વાયફાઇ કનેક્ટિવીટી અને સીસીટીવી કેમેરાથી સજ્જ સાથે સ્વચ્છતા તો વર્ષોથી ધ્યેય મંત્ર છે
 - સરપંચ, સદસ્યો સહિત તલાટી મંત્રી પણ મહિલા
 - ગામમાં ઘેર-ઘેર મળી રહી છે ઇન્ટરનેટ સુવિધા
 - ગામમાં ધુમ્રપાન કરતા, પાન-માવા ખાતા પકડાય તો રૂપિયા 500નો દંડ
 - દરેક મકાનો પર ભીંતસૂત્રો અને આકર્ષક ચિત્રો
 - ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતું ગામ જ્યાં સતા છે મહિલાઓનાં હાથમાં
 - 100 ટકા શૌચાલયના એવોર્ડ આ ગામે હાંસલ કર્યા છે
X
Gujarat top 5 village become Digital
Gujarat top 5 village become Digital
Gujarat top 5 village become Digital
Gujarat top 5 village become Digital
Gujarat top 5 village become Digital
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App