તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યની પરિસ્થિતિ તસવીરોમાં: જૂનાગઢ, વેરાવળ, ઉના, ભાવનગરનો માહોલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ/અમરેલી/વેરાવળ: ઉનામાં દલિતો પર અત્યાચારના મામલે CM આનંદબેન પટેલ ઉનાનાં સમઢીયાળા પહોંચ્યા હતા. CM દીવ એરપોર્ટ પરથી સીધા સમઢીયાળા દલિતોના પરિવારને મળ્યા હતા. દલિતોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, 'અમારે સહાય નથી જોઈતી, અમારી પર અત્યાચાર કરનારને સજા આપો.' આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ઉનામાં દલિત પરિવારને મળવાની જાહેરાતને ધ્યાને લઈને આનંદીબેને ઉના તરફ દોટ લગાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. લોકસભામાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે, ઉનાની ઘટનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુઃખ થયું છે.
ગુજરાતમાં બંધનું એલાન ક્યાં શું પરિસ્થિતિ જાણો
- પાટણ: ટોળાએ સીટી પોઈન્ટ થિયેટરમાં કરી તોડફોડ
- વિરોધ અને દેખાવ કરી રહેલા 200થી વધુ લોકોની અટકાયત
- ચાંદલોડીયામાં દલિતો રસ્તા પર, મહિલાઓ થાળી-વેલણ સાથે જોડાઇ
- વ્યાસવાડી, સીજી રોડ પર ટોળાએ દુકાનો બંધ કરાવી
- વિરોધ કરી રહેલા 'આપ'ના 60 કાર્યકરોની અટકાયત
- સારંગપુર પાસે દેખાવો કરી રહેલા 76ની અટકાયત
- સૈજપુર વિસ્તારમાં ચક્કાજામ, ટોળાએ BRTS અને વહાનો રોક્યાં
- ટોળાએ 138નંબરની AMTS બસમાં તોડફોડ કરી, ટ્રાઇવરને માર્યો
- પથ્થમારાના પગલે 125 બસો ડાયવર્ટ કરાઇ, 28 બસોના રૂટ ટૂંકાવ્યા
- દાણીલીમડા, બહેરામપુરા સંપૂર્ણ બંધ
- બાપુનગર, જૂનાવાડજ સહિતના મોટભાગના વિસ્તારોમાં ટોળાએ દુકાનો, બસો બંધ કરાવી
- શહેરકોટડા ડી સ્ટાફ ઓફિસની બહાર ટોળાએ ટાયર સળગાવ્યાં
- ચાંદખેડામાં લોકો રેલી બાદ રસ્તા પર જ બેસી ગયા, મોટાભાગની દુકાનો બંધ
- કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ બંધમાં જોડાયા, કામગીરીથી અળગા
- પાટણમાં એકઠા થયેલા લોકોના ટોળાએ મોડિ રાત્રે ટાયર સળગાવ્યા છોડ્યા હતાં
- અમદાવાદની 138 નંબરની બસ પર શારદાબેન હોસ્પિટલ નજીક પથ્થરમારો. પથ્થરમારામાં બસની આગળનો ભાગ તૂટ્યો છે.
- અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કલાપીનગરમાં ટોળાએ શાળાઓ, AMTSની બસો પણ બંધ કરાવવામાં આવી છે.
- જુનાવાડજ ચાર રસ્તા પાસે દલિત આગેવાન 10 વાગે જુનાવાડજ ચક્કાજામ કરી શકે છે.
- આજના ગુજરાત બંધને જન સંધર્ષ મંચ સાથે જોડાયેલા અમદાવાદ મહાનગર નિગમના સફાઈ કામદારો સમર્થનમાં. સફાઈ કામદર પોતાનું કામ આજે નહીં કરે અને રસ્તાઓ પર સફાઈ નહીં કરે.
આગળ ક્લિક કરો અને જુઓ સમગ્ર ગુજરાતના માહોલની સ્થિતિ તસવીરોમાં
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો