• Gujarati News
  • Green Vegetable Farming In Kharaghoda Desert Throw Kitchen Garden

'રણમાં ખિલ્યું ગુલાબ' ગણતરનો નવતર પ્રયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ગુજરાતનું ખારાઘોડા એટલે મીઠું પકવતો પ્રદેશ. અહીં મીઠા સિવાય બીજું કંઈ પાકતું નથી. જ્યાં પીવા માટેનાં મીઠા પાણીનું એક બુંદ પણ નસીબમાં ન આવે એવા પ્રદેશમાં શાકભાજી પકવવી એ થોડું અજુકતું લાગે. પરંતું આ હકીકત છે. ખેતરો, શહેરો અને મકાનો ઉપર કિચન ગાર્ડન શક્ય બને પણ રણમાં કે ખારાશ વાળી જમીનમાં કિચનગાર્ડન શક્ય બને ખરો ? જી હાં આ કિચનગાર્ડન ખારાઘોડામાં મીઠાનાં ઢગ વચ્ચે કામકરતાં લોકો(અગરિયા) માટે આશિર્વાદ લઈને આવ્યો છે. ને હવે અહીં તૈયાર થાય છે તેમનાં માટે લીલાં શાકભાજી. આ સાંભળતાં આપણને ડૉ.શરદ ઠાકરની એ પંક્તિ સ્હેજ માટે યાદ આવે ને મોં માંથી સરી પડે કે 'રણમાં ખીલ્યું ગુલાબ'.
Paragraph Filter
- ખારાઘોડાનાં રણમાં ઉગ્યાં મેથી- પાલક અને ગાજર સહિતનાં લીલાં શાકભાજી
- કિચનગાર્ડનનાં પ્રયોગ થકી રણમાં અગરિયાનાં પડાવ પાસે લીલોતરી આવી

સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકામાં આવેલાં ખારાઘોડા વિસ્તારમાં દેશનાં મીઠાનાં ઉદ્યોગો પૈકી 70 ટકા મીઠાનું ઉત્પાદન અહીંથી થાય છે. તેનાં માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતાં અગરિયાઓ મુળ વતન છોડી વર્ષનાં આંઠ મહિના સ્થળાંતર કરી અગરમાં રહેવા માટે ચાલ્યા જાય છે. પોતાનાં કુટુંબ કબિલા સાથે વતનથી જાણે સંપર્ક વિહોણા બની જતાં આ અગરિયાઓને ખોરાક અને પાણી માટે ખૂબ વેઠવું પડે છે. આવા સંજોગોમાં કેટલીક સ્વેચ્છિક સંસ્થાઓ આગળ આવી અને સરકાર અને લોકો સાથે ઘણી બધી એડ્વોકશી બાદ તેમનાં માટે સ્થાનિક વહિવટી તંત્રએ કમસે કમ સપ્તાહમાં એક વખત તેમનાં સુધી મીઠા પાણીનું ટેન્કર પહોંચે તેવી વ્યવસ્થા કરી છે.
અમદાવાદ સ્થિત 'ગણતર'નામની સ્વૈચ્છિક સંસ્થા અગરિયાઓનાં પુન:સ્થાપન, શિક્ષણ અને માલન્યુટ્રિશિયન સહિતનાં વિવિધ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે. તેમને આ અગરિયાઓને લીલી શાકભાજી પોતાનાં રહેઠાણ ઉપર જ કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તે માટે રાજ્ય અને રાજ્ય બહારની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ચર્ચા કરતાં કિચન ગાર્ડનનો કોન્સેપ્ટ ધ્યાન ઉપર આવ્યો. પરંતું આ વિચારને રણપ્રદેશ અને અતિ 100 ટકા ખારાશનું પ્રમાણ ધરાવતી જગ્યામાં અમલ કરવો એ મોટી ચેલેન્જ હતી.
'આગળની સ્લાઈડ્સ'માં વાંચો કેવી રીતે ઉગે છે રણમાં લીલાં શાકભાજી....