ફોરેન જેવું ફાર્મ હાઉસ છે ગુજરાતના આંગણે, અંદરથી લાગે છે કંઈક આવું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ કલાત્મક અને સૌંદર્યતાને પ્રસ્તૃત કરવા માટે ભારત જાણીતું છે, ઐતિહાસિક ઇમારતો હોય કે નવિનતમ બનતી બિલ્ડિંગ કે પછી બંગલો કે ફાર્મ હાઉસ. તમને દરેકમાં ક્યાંકને ક્યાંક અનોખી સર્જનાત્મકતા જોવા મળી જશે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના રાજવી મહેલો, હેવલીઓમાં આપણને એક અનોખા આર્કિટેક્ટ ટચ જોવા મળે છે. તો હાલ બનતી વિશાળ કાય બિલ્ડિંગ્સ કે પછી ફાર્મ હાઉસમાં પણ આપણને એ કલાત્મકતા અને સૌંદર્યતાના દર્શન થતાં રહે છે. આપણે ત્યાં હંમેશા એ વાતને વધારે મહત્વ આપવામાં આવે છે કે ડિઝાઇનર અને આર્કિટેક્ટ મોર્ડન એફર્ટ સાથે આપણા ઇતિહાસ અને આપણી સંસ્કૃતિનો તાલમેલ કેટલો જાળવી શકે છે. આવો જ એક બેનમૂન નમૂનો દક્ષિણ ગુજરાતના આમલસડ ગામમાં આવેલો છે. આ ફાર્મ હાઉસ ગુજરાતના બિઝનેસમેનનું છે. જ્યારે ગુજરાતના આર્કિટેક્ટ હિમાંશુ પટેલે આ ફાર્મ હાઉસ તૈયાર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના આમલસડ ગામ ખાતે આંધેશ્વર શિવ મંદિર પાસે 1.25 એકરના પ્લોટમાં 450 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું વાશી ફાર્મ હાઉસ તેની સુંદરતાના કારણે આપણને પ્રથમ નજરે જ પોતાની તરફ આકર્ષિત કરે છે. વૈવિધતા સાથે ગામડાંના કલ્ચરને એક સારી ઢબે આ ફાર્મ હાઉસમાં દર્શાવવામાં આવ્યું છે. તેની ડિઝાઇન અને ડેકોરેશન આપણને ફેમેલિઆરિટી ફિલિંગનો અનુભવ કરાવે છે. 

આ ફાર્મ હાઉસમાં બે બ્લોક આપવામાં આવ્યા છે, એક બ્લોકમાં ફોર બેડરૂમ્સ, લિવિંગ રૂમ, ડાઇનિંગ અને કિચનનો એરિયા આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય બ્લોકને વિઝિટર્સ માટે બનાવવામાં આવ્યો છે, જે શિવ મંદિરની બાજૂમાં બનાવવામાં આવ્યો છે. ઇન્ડોર અને આઉટડોર ગ્રીન ઝોન્સને ધ્યાનમાં રાખીને એચ શેપ્ડ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આકર્ષક ડ્રોપ ઓફ એરિયાને વૂડન પેર્ગોલા અને લિલી વોટર બોડીથી કવર કરવામાં આવ્યો છે તેમજ એન્ટ્રેન્સમાં કોર્બેલેડ બ્રિક વોલ બનાવવામાં આવી છે. કોર્ટયાર્ડને પ્રાઇવેટ અને પબ્લિક એરિયામાં ડિવાઇડ કરવા માટે ટ્વિસ્ટેડ બ્રિક કોલમ બનાવવામાં આવી છે. તેમજ એન્ટ્રેન્સ વરન્ડામાં ગોલ્ડન કોટા સ્ટોનનું પોલિશ અને રફ ફિનિશિંગ કરવામાં આવ્યું છે.  

ઓલ્ડ માર્બલ ટાઇલ્સના બદલે જીઓમેટ્રિકલ પેટર્ન ફ્લોરિંગનો લિવિંગ રૂમમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ફ્લેટ ડીપ વરંડા માત્ર લિવિંગ રૂમને પ્રોટેક્ટ નથી કરતા પરંતુ એક રોમેન્ટિંક વાતાવરણ ઉભુ કરે છે તેમજ એન્ટ્રેન્સ ડોરની બનાવટ એવી છેકે જેમાં તમને સિક્યોરિટી સેન્સ જોવા મળે છે. ફાર્મ હાઉસના તમામ બેડરૂમ માટે વિશાળ ફોલ્ડિંગ ડોર આપવામાં આવ્યા છે. પ્રાઇવેટ આઉટડોર બાલ્કની ગાર્ડન અથવા કોર્ટયાર્ડનો શ્રેષ્ઠતમ નજારો પૂરો પાડે છે. બાથરૂમની વાત કરવામાં આવે તો તેમા સ્કાઇલાઇટનો ઉપયોગ કરાયો છે. 
  આગળની સ્લાઈડ્મસાં વાંચો, ફાર્મ હાઉસના ફેક્ટ ફાઈલ, આર્કિટેક્ટ હિમાંશુ પટેલે શું કહ્યું...
 
 
અન્ય સમાચારો પણ છે...