અમદાવાદ: ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું ડોન ગામ તેની કુદરતી સુંદરતાને કારણે દેશભરમાં પ્રખ્યાત થઇ રહ્યું છે. ગુજરાતમાં રહેતા ઘણાં પ્રવાસીઓને આ હિલ-સ્ટેશન વિશે ભાગ્યે જ ખબર હશે. કારણ કે આ હિલ-સ્ટેશન હજુ એટલું ડેવલોપ થયું નથી. છતાં પણ ઘણાખરા પ્રવાસીઓ આ હિલ-સ્ટેશનની મુલાકાતે આવતા હોય છે. અને અહીંના વાતાવરણની મજા માણતા જોવા મળતાં હોય છે.
ડોન હિલ-સ્ટેશન મહારાષ્ટ્રના નાશિક જિલ્લા અને ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદ પર એક પહાડ પર વસેલું છે. હાલની વાત કરીએ તો ગુજરાતના પ્રખ્યાત હિલ-સ્ટેશન સાપુતારાની જેમ ડોનની પણ 1000 મીટરની ઊંચાઇ છે. સાથોસાથ આને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળને ટ્રેકિંગ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે અને એજ કારણ છેકે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસે ને દિવસે બધતી જોવા મળે છે. ડોન સાપુતારાથી 17 મીટર ઊંચુ અને તેનાથી 10 ગણો વિસ્તાર ધરાવે છે.
હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે
કહેવાય છેકે અહી અંજની પર્વત અને કુંડ આવેલો છે જેને હનુમાનજીનું જન્મસ્થળ ગણવામાં આવે છે. અહી માતા અંજનીએ ભગવાન શિવની આરાધના કરી હતી, તે સિવાય અહી ભગવાન રામ અને માતા સીતાના પગલા અને ડુંગરના નીચલા ભાગે પાંડવ ગુફા પણ આવેલી છે. પાંડવોએ જ્યારે 14 વર્ષનો વનવાસે વેઠ્યો હતો તે સમયગાળા દરમ્યાન તેઓ અહી જ રોકાયા હતા. અને એટલા માટે આ જગ્યાનું મહત્વ વધારે છે. અને અહીના લીલાછમ વાતાવરણના કારણે હાલમાં પ્રવાસીઓ માટે બેસ્ટ હિલ-સ્ટેશન બની ગયું છે.
કેવી રીતે જઇ શકાય ?
ડાંગ જિલ્લામાં આવેલા આ કુદરતી સુંદરતા ધરાવતા ડોન હિલ-સ્ટેશન આહવાથી 33 કિ.મી દૂર આવેલ છે. આહવા પાસે આવેલા ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો પકડવાથી ડોન હિલ-સ્ટેશન પહોંચી જશો.
ડોન હિલ સ્ટેશનની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો.....