તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હું માત્ર મેટ્રીક સુધી ભણ્યો છું એ વાત લોકોને ખાસ કહેજો: ધીરૂભાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધીરૂભાઇ અંબાણીએ ‘એકડો’ દેલવાડામાં ઘુંટ્યો’તો

- સોરઠ સાથે પોતીકો નાતો ધરાવતા પનોતા પુત્ર

- મચ્છુન્દ્રી નદીમાં ધુબાકા મારતા-મારતા ‘વિરાટ’ બનવાનાં સ્વપ્ન સેવ્યા


દેશ - વિદેશનાં ઔદ્યોગિક જગતમાં રિલાયન્સ ગૃપનાં સ્થાપક સ્વ. ધીરૂભાઇ અંબાણીનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઇ ચૂક્યું છે. સોરઠ સાથે પોતીકો નાતો ધરાવતા ધીરૂભાઇએ ઊનાનાં દેલવાડા ગામમાં પા-પા પગલી માંડી અને મચ્છુન્દ્રી નદીમાં ધુબાકા મારતા-મારતા ‘વિરાટ’ બનવાનાં સ્વપ્ન સેવ્યા હતાં. ધો. ૧ થી ૪ નું પાયાનું શિક્ષણ પણ તેમણે આ નાનકડા ગામમાં જ મેળવ્યું હતું.

કોર્પોરેટ જગતનાં માંધાતામાં ટોચનું સ્થાન મેળવી ચુકેલા ધીરૂભાઇનો જન્મ જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં ચોરવાડ તાબેનાં નાનકડા એવા કુકસવાડા ગામમાં તા. ૨૮/૧૨/૧૯૩૨નાં રોજ થયો હતો. તેમનાં પિતા હીરાચંદભાઇ ગોરધનદાસ અંબાણી એક સામાન્ય પ્રાથમિક શિક્ષક હતાં. એ સમયે શિક્ષકનાં પગાર પણ સાવ મામુલી હતાં.સને ૧૯૩૪માં તેમનાં પિતાની બદલી દેલવાડા ગામની પ્રાથમિક શાળામાં હેડ માસ્તર તરીકે થતાં તે સમયે ધીરૂભાઇની ઉંમર અઢી વર્ષની હતી.

(ધીરૂભાઈ અંબાણીની વધુ માહિતી જાણવ માટે કરો આગળની તસવીરો પર ક્લિક...)