બાપાની અંતિમ વિદાયમાં આવો હતો માહોલ, ભક્તો ધ્રૂસકે-ધ્રૂસકે રડ્યા હતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાળંગપુર: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે બ્રહ્મલીન થયા હતાં. પ્રમુખ સ્વામીએ 13 ઓગસ્ટ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. આ સમાચારથી સ્વામીનારાયણ સંપ્રદાય અને ભક્તોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પ્રમુખસ્વામી મહારાજની કરાયેલી અંત્યેષ્ટિ વિધિ દરમિયાન લાખોની સંખ્યામાં હાજર રહેલા હરિભક્તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગતાં સમગ્ર વાતાવરણ હિબકે ચઢ્યું હતું. મંગલાચરણથી માંડી મુખાગ્નિ આપવા સુધીની બે કલાકની વૈદિક શાસ્ત્રોક્ત વિધિ દરમિયાન હરિભક્તોની આંખમાંથી સતત આંસુ વહી રહ્યાં હતાં. શોકાતુર હરિભક્તોને સાંત્વના આપવા સંતો સતત સ્વામિનારાયણ ભગવાનનું નામસ્મરણ કરતા હતા.

બાપાના નશ્વરદેહની અંત્યેષ્ટિ વિધિની વાત સાંભળીને જ હરિભક્તો અવાક થઈ ગયા હતા. બાપાના સાક્ષાત્કારની સ્પષ્ટ અનુભૂતિનો અહેસાસ હોવા છતાં બાપાને અગ્નિસ્પર્શ જોવો હરિભક્તો માટે કઠિન બની ગયો હતો. એકબીજાને હિંમત આપી રહેલા હરિભક્તોને સંતો પણ ‘બાપા આપણી વચ્ચે હંમેશા હતા અને રહેશે જ’ તેમ કહી સાંત્વના અને પ્રેરક બળ પૂરું પાડી રહ્યા હતા. બાપાની વેદિકાના સ્થળે હજારો ભાવિકોએ દંડવત્ કર્યા હતા.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...