તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષે ભરાયો ગુજરાતનો દલિત સમાજ, રોડ પર વિરોધ કરવા આવ્યા લોકો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: જૂનાગઢના ઉનામાં ચાર દલિત યુવકોને બાંધી સરાજાહેર માર મારવાનો વિડીયો વાયરલ થયા બાદ રાજ્ય સહિત દિલ્હી સુધી આ ઘટનાના પડઘા પડ્યાં છે. ગૌરક્ષાના નામે કેટલાક યુવાનોએ દલિત યુવકો પર ગુજારેલા અત્યાચારના સોમવારથી રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યાં છે. આ ઘટનાનો વિરોધ કરતા સોમવારે સાત જેટલા દલિતો ઝેર ગટગટાવ્યા બાદ આજે મંગળવારે પણ સાત જેટલા દલિતોએ ઝેર અને એસિડ ગટગટાવતા સમગ્ર રાજ્યની સ્થિતી તંગ બની છે.

ઉનામાં દલિત યુવકો પર ગુજારાયેલા અત્યાચારના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં દલિત સમાજના લોકો રોડ પર ઉતરી આકરો રોષ ઠાલવી રહ્યાં છે. જેને પરિણામે સોમવારે મોડી રાત્રે કેટલાક રોડ પર ટાયરો સળગાળીને ચક્કાજામ સહિતની ઘટનાઓ બની હતી. જ્યારે રાજકોટ વિસ્તારમાં બે બસોમાં આગચંપીના બનાવો પણ બન્યા હતા. દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધમાં એસટી બસોને નીશાન બનાવાતી હોવાથી સૌરાષ્ટ્રના મોટાભાગના રૂટો પર બ્રેક લગાવી દેવામાં આવી છે.
એક તરફ રાજકીયનેતાઓ દલિત સમાજને શાંતિની અપીલ કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ આ અત્યાચારનો વિરોધ સમવાનું નામ લેતો નથી. પોલીસ પણ સ્થિતી પર કાબૂ મેળવવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે. રોષે ભરાયેલા લોકો પોલીસ પર પણ પથ્થરમારો કરી રહ્યાં છે. ગુજરાતનાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, ઉના, જૂનાગઢ, ભાવનગર, જામનગર, ધોરાજી, બોટાદ, ગોંડલ, જામકંડોરણા, માણાવદર સહિતના વિસ્તારોમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

CM આનંદીબેન આવતીકાલે જશે ઉના
- મુખ્યપ્રધાન આનંદીબેને ગુજરાતમાં દલિત સમાજના યુવકોને શાંતિને અપીલ કરતા ટ્વિટ કર્યું હતું.
- આનંદીબેને ઉનામાં બનેલી ઘટનામાં સરકાર તેઓની સાથે હોવાનું જણાવ્યું હતું.
- આવતીકાલે મુખ્યપ્રધાન આનંદીબેન ઉનાની મુલાકાત લેશે.
- મંત્રી રમણલાલ વોરા પણ ઉનાની મુલાકાત લેશે.
- દિલ્હીના મુખ્યપ્રધાને પણ ઉનાની આ ઘટનાને વખોડી છે, તેઓ ઉનાની મુલાકાતે આવશે.
- કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉનાની મુલાકાતે આવશે.

આગળ જુઓ વિરોધ કરતા દલિત સમાજના લોકોની તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો