તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ ગાંધી-પ્રફુલ પટેલ ઉનામાં, પીડિત પરિવાર સાથેની ક્ષણો તસવીરોમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના: કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી લીડર પ્રફુલ પટેલે આજે ઉનાના સમઢીયાળા ખાતે દલિત પરિવારની મુલાકાત લીધી હતી. રાહુલે દલિત પરિવાર સાથે 30 મિનિટ સુધી ચર્ચા કરીને તમામ વિગતો મેળવી હતી. તેમણે અહીં પીડિત પરિવારના મોભી સાથે ચા પણ પીધી હતી. રાહુલે પીડિતના શરીર પર ઈજાના નિશાન પણ જોયા હતા. આ પહેલા સવારે એનસીપી નેતા પ્રફુલ પટેલ ઉના પહોંચી ગયા હતા. તેમણે પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. પ્રફુલ પટેલે પીડિત પરિવારને એનસીપી તરફથી બે લાખની સહાયની પણ જાહેરાત કરી હતી.
રાહુલ ગાંધીએ દલિત પરિવારના ઘરે પીધી ચા
દલિત પરિવારની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ દલિત પરિવાર સાથે વાતચીત કરતી વખતે ચા પણ પીધી હતી. રાહુલે ઘરના મોભી સાથે સ્ટિલની રકાબીમાં જ ચા પીધી હતી. આ માટે કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
દલિતો દુઃખની ઘડીમાં એકલા નથી, અમે તેમની સાથે જ છીએઃ પ્રફુલ પટેલ
પીડિત પરિવારની મુલાકાતે આવેલા પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, 'પીડિત પરિવારની વાત સાંભળી દુઃખ થયું છે. જે ઘટના બની તે ઘણી જ શરમજનક છે. પીડિત પરિવારને મળવાનું એકમાત્ર કારણ એ જ છે કે આ દુઃખની ઘટનામાં તેઓ એકલા નથી, અમે તેમની સાથે છીએ. દલિતોને સરકાર દ્વારા એવી હૈયાધારણા પણ નથી મળી કે તેમની સાથે ન્યાય થશે. અમે રાજ્ય અને દેશના દલિતો સાથે ખભે ખભો મિલાવીને ઉભા છીએ, તેઓ આ લડાઈમાં એકલા નથી'. મુલાકાત પહેલા દીવ એરપોર્ટ પર તેમણે જણાવ્યું હતું કે, 'અમે અહીં રાજનીતિ કરવા માટે નથી આવ્યા, લોકોને સાંત્વના આપવામાં માટે આવ્યા છીએ. ગુરાતની સામાજિક સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે, ઘણા સમયથી ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે.'
આગળ ક્લિક કરો અને જુઓ રાહુલ ગાંધી અને પ્રફુલ પટેલની મુલાકાતની વધુ તસવીરો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો