તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક સમયે કાનમાં સતત ગુંજતો અવાજ થઇ રહ્યો છે લુપ્ત, સૌનું લાડકુ છે આ પક્ષી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતના ઘર આંગણે આજથી એક દાયકા પૂર્વે ચકલીઓનો ચીં... ચીં....નો અવાજ ગુંજ્યા કરતો હતો પણ આજે રાજ્યમાંથી ચકલીની પ્રજાતિ જાણે લુપ્તતાના આરે છે. સતત ચકલીઓની સંખ્યા ઘટી રહી છે. એક સમયે બાળગીતોમાં ખૂબ જ પ્રચલિત બનેલું બાળગીત ચકીબેન ચકીબેન... મારી સાથે રમવા આવશો કે નહીં. આ બાળગીત આજે યથાર્થ થઇ રહ્યું તેમ ચકલીઓને શોધવા આજે જંગલ વિસ્તાર તરફ જવું પડે છે. બની શકે કે આપણી આગામી પેઢી ચકલીઓના ફોટામાં નિહાળી શકશે. ઘટતી જતી ચકલીઓની સંખ્યાને લઇને અમુક એનજીઓ અને સામાજીક કાર્યકર્તા આગળ આવી રહ્યાં છે. તા. 20 માર્ચને ‘સેવ સ્પેરો ડે’ (ચકલી બચાવ દિન)ની વિશ્વ સ્તરે આજે ઉજવણી કરવામાં આવે છે. 

ચકલીઓને બચાવવા માટે સામાજીક સંસ્થાઓ સ્પેરો ડેના દિવસે ચકલી ઘર અને કુંડાનું વિરતરણ કરતી હોય છે. ત્યારે સામાન્ય માણસે પણ સજાગ બનાવાની જરૂર છે અને આવા લુપ્ત થતા પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટે પ્રયતનો કરવા જોઇએ. આજે વર્લ્ડ સ્પેરો ડેના દિવસે divyabhaskar.com તમને ચકલીઓની હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કરીશે.

સાણંદ નજીક ચાલતી સાધના ફાઉન્ડેશનના પ્રણેતા ગૌરવ ઠક્કર અને 35થી 40 યુવાનોની ટીમ દ્વારા 6 વર્ષથી આ સંસ્થાની કામગીરી કરવામાં આવી હતી. આ સંસ્થામાં તેઓ ચકલી બચાવવા માટે લોકોમાં જાગૃતા ફેલાય તે હેતુથી તેઓ લોકોને ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ માત્ર સાણંદ જ નહીં પરતું અમદાવાદમાં વેજલપુર, પરિમલ ગાર્ડન અને જિવરાજ પાર્ક તેમજ આણંદમાં વલ્લભ વિદ્યાનગર અને પેટલામાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આજે સાધના ફાઉન્ડેશન દ્વારા તા. 20 માર્ચના રોજ વર્લ્ડ સ્પેરો ડેના દિવસે સાણંદ નજીક બકારાણા ગામા nssના સ્ટુડન્ટ સાથે ગામના ઘરે ઘરે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.
 
સાધના ફાઉન્ડેશન શું કામ કરે છે?

આ અંગે ગૌરવ ઠક્કરે જણાવતા કહ્યું કે, સાધના ફાઉન્ડેશનમાં 35થી 40 યુવાનો કામ કરી રહ્યાં છે અને તેઓ ચકલી બચાવ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતા ફેલાવવાનું કાર્ય કરી રહ્યાં છે. આ ફાઉન્ડેશનમાં તેઓ અલગ અલગ જગ્યાએ જઇને લોકોમાં પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરે છે અને લોકોને માહિતગાર કરે છે કે કેવી જગ્યાએ ચકલી ઘર લગાવવું જોઇએ જેથી ચકલીઓ તે જગ્યાએ આવીને ત્યાં ઇંડા મુકી શકે. અત્યાર સુધીમાં તેઓએ 4000 ચકલી ઘર અને 10000થી વધુ પાણીના કુંડાનું વિતરણ કર્યું છે. 

તસવીરો જોવા અને વધુ માહિત વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો