નેતા બનવા અધિકારીઓમાં હોડ: IPS અધિકારી બી.ડી. વાઘેલાએ આપ્યું રાજીનામું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-સુરતના અધિક પોલીસ કમિશનર ભાવસિંહ ડી. વાઘેલાએ રાજીનામું આપ્યું
-વાઘેલા ભાજપની ટિકિટ વડે ચૂંટણી લડે તેવી સંભાવના

રાજ્યમાં આગામી સમયના વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ફરી એક વખત ‘સરકારી બાબુ’ઓએ સરકારી નોકર તરીકેને નોકરી છોડીને માલિક એટલે કે નેતા બનવા જઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

આધારભૂત સુત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર સરકારના ઉચ્ચ હોદ્દાઓ શોભાવતા લગભગ 10 જેટલા અધિકારીઓએ આગામી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અધિકારીઓ રાજ્યની બે મુખ્ય પાર્ટીઓની ટિકિટ મેળવી ચૂંટણી લડી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ પંચાયત વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી આર.એમ. પટેલ દ્વારા નિવૃતિના એક વર્ષ પહેલા જ રાજીનામું આપી દેવાયું હતું. આ સમાચારની સાહી પણ હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક સરકારી ઉચ્ચ અધિકારીએ પોતાનું રાજીનામુ ધરી દીધુ છે. 1993 બેન્ચના આઈપીએસ અધિકારી અને હાલમાં સુરત ખાતે એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા બી.ડી.વાઘેલાએ મુખ્ય સચિવને રાજીનામું ધરી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, વાઘેલા રાજ્યની કોઈ અનામત બેઠક પરથી ભાજપની ટિકિટ સાથે ચૂંટણી લડી શકે છે.

ગૃહખાતાના આધારભૂત સુત્રએ વાઘેલાના રાજીનામા અંગે પુષ્ટી કરી છે. સુત્રના જણાવ્યા અનુસાર વાઘેલાએ આ અંગેને દસ્તાવેજા કેટલાક સમય પહેલા જ રજૂ કરી દીધા હતા. જેથી કરીને રાજીનામા અંગેની પ્રોસેસ વહેલી તકે શરૂ કરી શકાય અને ‘કોડ ઑફ કન્ડક્ટ’ દાખલ થાય તે પહેલા જ રાજીનામું સ્વિકારી લેવામાં આવે.

જોકે, આ દરમિયાન વાઘેલાએ ચૂંટણી લડવા અંગેની કોઈ પણ જાતની ઈચ્છા ન હોવાનું જણાવ્યું છે. અંગ્રેજી સમાચાર પત્ર ડીએનએને ફોન પર આપેલી માહિતી અનુસાર વાઘેલાએ જણાવ્યું છે કે, “રાજકારણમાં જોડાવાની મારી કોઈ ઈચ્છા નથી. હૂં મારા સંતાનોના લગ્ન કરવા ઈચ્છું છું અને તે માટે સમય ફાળવવા મેં રાજીનામું ધરી દીધું છે. ”

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો સ્ક્રોલ કરતાં જાવ...

Related Articles:

એક કરોડ NRGઓ ગુજરાત ભાજપનું ટાર્ગેટ
ચૂંટણી તૈયારી : યુપીથી ૨૮પ૦ વોટિંગ મશીન લવાયા
આ ચૂંટણી વ્યકિત અને વિચારધારાની લડાઇ છે