તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોશનીથી ઝગમગતુ અંબાજી મંદિર, જાણો પવિત્ર શક્તિપીઠની ‘ખાસ’ વાતો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહાકુંભનો શનિવારથી પ્રારંભ થયો છે. અંબાજીના વિખ્યાત ચુંદડીવાળા માતાજીએ દિપપ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મુક્યો હતો. ભાદરવી મહાકુંભને લઈને અંબાજી તરફના તમામ રસ્તાઓ પર સેવાકીય સંસ્થા અને લોકો દ્વારા સેવાકેન્દ્ર ધમધમી રહ્યાં છે. રસ્તાઓ ઉપર ઠેરઠેર વિસામા, વિવિધ સેવાકેન્દ્રો, આરોગ્યકેન્દ્રો, પોલીસની વ્યવસ્થા ગોઠવાયેલી છે અને સતત વીજળીનો પુરવઠો અપાય રહ્યો છે. સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ માતાના દર્શને આવતા ભક્તો માટે પ્રસાદનુ આગવુ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર દ્વારા ભક્તો માટે મસમોટા વાસણોમાં જથ્થાબંધ સુખડીનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. માતાના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને બે રેલીંગની વ્યવસ્થા હોવાથી દર્શનાર્થીઓને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવુ પડતુ નથી.
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી 51 શક્તિપીઠ પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે. ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિરની મુલાકાતે રોજ સેંકડો લોકો આવે છે. પાલનપુરથી આશરે 65 કિ.મી.ના અંતરે આવેલું અંબાજી માતાનું મંદિર માઉન્ટ આબુથી 45 કિ.મી. અને ગુજરાત રાજસ્થાન સીમા નજીકના આબુરોડથી માત્ર 20 કિ.મી.નું અંતર ધરાવે છે. ''આરાસુરી અંબાજી'' માતાજીના સ્થાનકમાં કોઇ પ્રતિમા અથવા ચિત્રની નહીં 'શ્રી વિસાયંત્ર'ની પૂજા કરવામાં આવે છે.

લોકો આ યંત્રના ફક્ત દર્શન જ કરી શકે છે, તેનો ફોટોગ્રાફ લેવાની સખત મનાઇ છે. ગુજરાત તથા દેશના ખૂણેખૂણેથી લોકોમાં અંબામાં શ્રધ્ધા સાથે છેક માતાજીના મંદિર સુધી પગપાળા આવે છે. દિવાળીના દિવસોમાં અંબાજી મંદિરને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. શ્રી વિસાયંત્રની પૂજા ફક્ત આંખે પાટા બાંધીને જ કરી શકાય છે. હિંદુ માન્યતા અનુસાર અને તંત્ર ચુડામણિમાં દર્શાવવામાં આવેલી હકીકત પ્રમાણે ગબ્બર પર્વત ઉપર માતા સતીનાં મૃત શરીરનો હ્રદયનો હિસ્સો પડ્યો હતો.

ગબ્બરની ટોચે આવેલા અંબાજી મંદિરે જવા માટે 999 પગથિયાં ચડીને જઇ શકાય છે. માતા શ્રી આરાસુરી અંબિકાના નીજ મંદિરમાં રહેલા શ્રી વિસાયંત્રની સામે હંમેશા અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. ગબ્બરની નજીકમાં જ સનસેટ પોઇન્ટ છે, જ્યાંથી સૂયૉદય અને સયૉસ્તનો નજારો જોવા જેવો હોય છે. આ સિવાય પર્વતની ગુફા, માતાજીના ઝૂલા તથા રોપ-વે દ્વારા ટ્રિપની મજા માણવા જેવી હોય છે.
આગળ વાંચો ચાર નવરાત્રી ઉત્સવ, યાત્રિકોની સુખાકારી માટે સદાય જાગૃત ટ્રસ્ટ અને જુઓ રોશનીથી ઝગમગતા અંબાજીની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો