તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનો આ શાહી મહેલ પ્રવાસીઓને કરે છે આકર્ષિત, જાણો શું છે એવુ ખાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: પાવાગઢ પર્વતની તળેટીમાં આવેલુ અનેક શિલ્પ-સ્થાપત્યોનો અદભૂત ઐતિહાસિક વારસો ધરાવતું નગર ગણાય છે ચાંપાનેર. નોધપાત્ર છેકે ખડચંપાના રંગ જેવી દેખાતો આ વિસ્તાર વનરાજા ચાવડાના મંત્રી ચાંપાએ વસાવ્યું હતું આ ચાંપાનેર નગર. આશરે ઇ.સ 1300માં ચૌહાણ કુળના એવા રાજવીઓએ ચાંપાનેરને રાજધાની તરીકે સ્થાપિત કર્યુ હતું.
પાવાગઢ પર્વતના નીચલા ભાગે મહામૂદ બેગડા દ્વારા સ્થાપિત શાહી મહેલનો કિલ્લો છે. બુરજોથી સુરક્ષિત કિલ્લાનો પ્રવેશદ્વાર ગોખ મનોહર છે. નોધનિય છેકે, રાજમહેલનો વિસ્તાર માંડવી નામથી ઓળખાતો પ્રવેશદ્વાર બીજા ભાગોથી છૂટો પડે છે. એટલુ જ નહી આ રાજમહેલની બહાર ખૂબજ સુંદર જુમ્મા મસ્જિદની ભવ્ય ઇમારત છે, જેની રચના વિવિધ રંગો તેમજ ભારતીય ઇસ્લામી સુશોભતોથી આગવું મહત્વ ધરાવે છે. જેમા પાંચ પ્રવેશદ્વાર અને તેની પારદર્શક કોતરણી પ્રવાસીઓને ઘણા આકર્ષિત કરે છે. ચાંપાનેરની દરેક ઇમારતો ગુજરાતની સ્થાનિક શૈલીનો મહત્વનો નમૂનો છે. જેમા નગીના મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ કઇક અલગ જ લાક્ષણિતા ધરાવી રહી છે.

આ સિવાય પણ ચાંપાનેરમાં ઘણા ઐતિહાસિક સ્થોળો છે જેની એકવાર જરૂર મુલાકાત લેવી જોઇએ. જેવા કે, લકુલીશ મંદિર, નવલખા કોઠાર, જુમ્મા મસ્જિદ, સાત કમાનનો સમાવેશ થાય છે. ચાંપાનેરમાં એક કબૂતરખાનાના નામે ઓળખાતું સ્થળ પણ છે જે પ્રવાસીઓ માટે ફોટોસૂટ અને હવા ખાવા માટે ઉત્તમ ગણાય છે.
આગળ ક્લિક કરીને જૂઓ ચાંપાનેરનો અનોખો વારસો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો