તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

127 kgની હતી આ અમદાવાદી, જે મજાક ઉડાવતા તે આજે ટીપ્સ માટે કરે છે કોલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: આજના ફાસ્ટ યુગમાં અને તણાવભર્યા માહોલ વચ્ચે ફિટનેસ જાળવવી ખૂબજ અઘરું બની ગયું છે. સમયના અભાવે લોકો મોટા પ્રમાણમાં જંક ફુડ આરોગવા લાગ્યા છે. જેને લીધે આજે દેશભરમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે લોકો ફિટનેસ જાળવવા માટે એટલે કે વજન વધારવા કે ઘટાડવા માટે જીમનો સહારો લઇ રહ્યા છે. તો કેટલાક ફિટનેસ એક્સપર્ટની સલાહ લઇને તે મુજબના ડાયટ પ્લાનને ફોલો કરતા હોય છે. ત્યારે આજે divyabhaskar.com તમને અમદાવાદની એક યુવતિ વિશે જણાવશે જેના ભારેખમ શરીરને લઇને સતત સમાજમાં થતા મિત્રવર્તુળમાં મજાક ઉડાવવામાં આવતી હતી, જેથી તેણે મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે 1 વર્ષમાં 56 કિલો વજન ઘટાડીને બધાની બોલતી બંધ કરી દીધી છે. આવો જાણીએ અંકિતાએ એક વર્ષમાં કેવી રીતે ઘટાડ્યું હતું આટલું બધું વજન...

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી અંકિતા પટેલના લગ્ન 7 ડિસેમ્બર 2014ના રોજ નવસારીના યુવક સાથે થયા હતા. તે દેખાવે અને વજનમાં અંકિતા કરતા સ્માર્ટ લાગતો હતો. અંકિતાના લગ્ન થયા ત્યારે તેનું વજન 127 કિલોની આસપાસ હતું અને તેનું સુગર અંદાજીત 680થી પણ વધારે રહેતું હતું. વધુ પડતા વજનના કારણે અંકિતાને બેસવા-ઉઠવા અને અન્ય કાર્યો કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડતી હતી. તે કાર્ય ક્ષેત્રે ઘણી જ સફળ હતી પરંતુ તેના ભારેખમ શરીરના કારણે તે ખૂબજ નર્વસ રહેતી હતી. પહેલા અંકિતા એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે કામ કરતી હતી. આ ખાનગી બેંકમાં અંકિતા એકમાત્ર એવી યુવતિ હતી જેણે નાની ઉંમરમાં આટલી મોટી પદવી પ્રાપ્ત કરી હોય. અંકિતાને વજનના કારણે ઓફિસમાં કામ કરતી વખતે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. તે જલદી થાકી જતી હતી તથા અવારનવાર નાની-મોટી બિમારીઓથી ઘરાયેલી રહેતી હતી.

અંકિતા પોતાના વજન ઘટાડવાનો સંપૂર્ણ શ્રેય પોતાના પતિ અને માતા-પિતાને આપે છે. કારણ કે અંકિતાનું માનવું છે કે જો તેના પતિનો સપોર્ટ ના હોત તો આ કાર્ય કરવું મુશ્કેલ હતું. હું દેખાવે મારા પતિ કરતા ખૂબ જાડી લાગતી હતી જેથી લોકો મારા પતિને સંભળાવતા હતા કે તને અંકિતા કરતા પણ સારી પત્ની મળી હોત.
 
આગળ ક્લિક કરીને વાંચો અંકિતા ઓફિસમાં અનુભવતી હતી અજુગતું....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો