અંકલેશ્વર: મંગળવારે રાજ્યસભાની ત્રણ
બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ અહમદ પટેલનો વિજય થયો છે. 8 કલાકના વિલંબ બાદ રાત્રે 1.45 વાગે મત ગણતરી ફરી શરૂ થઇ હતી, જેમાં અહમદ પટેલની સામે
કોંગ્રેસમાંથી બગાવત કરીને
ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતનો 38 મતે પરાજય થયો છે, અહમદ પટેલને 44 મત મળ્યા છે. અંકલેશ્વરમાં આવેલ સાસંદ અહેમદ પટેલના વતન પિરામણ ગામને ડિજિટલ કમ મોડલ ગામ બનાવા માટે ગ્રામ પંચાયત ટીમ દ્વારા વિવિધ પ્રોજેકટ અમલમાં મૂક્યા છે. જે અંતર્ગત મહત્વ પૂર્ણ કહી શકાય એવી રીતે જિલ્લામાં પ્રથમ વાઇ ફાઈ યુક્ત ગામ બનાવાની પહેલ કરી છે. ઉજા બચાવા માટે એલ.ઇ.ડી લાઇટ મૂકેલા ભારને અનુશાર ગામની તમામ સ્ટ્રીટ લાઇન એલ.ઇ.ડી યુક્ત તેમજ ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુકાઈ છે. તો ગામ ની શાળાનું ડિજિટલ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વર તાલુકાના પિરામણ ગ્રામ પંચાયત દ્વારા ગામને ડિજિટલ કમ મોડલ ગામ બનાવા માટે ગામમાં બહુર્વિધ પ્રોજેકટ અમલમાં મૂક્યા છે. જેના ભાગ સ્વરૂપે જિલ્લામાં પ્રથમ ગામ તરીકે રાજ્ય સરકાર ની તાંત્રિક મંજૂરી સાથે વાઇ વાઇ વિલેજ બનાવા જઇ રહ્યું છે. આ ઉપરાંત ગામ ની પ્રાથમિક શાળામાં ડિજિટલ સ્વરૂપ આપવા માટે પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમ, તેમજ બાળકો રમત ઉદ્યાન ભાગ રૂપ રાઇડ્સ ઊભી કરવામાં આવી છે જે રાઈડસ પાર્ક ગામમાં ત્રણ સ્થળે ઊભા કરવામાં આવ્યા છે. તો ગામ ની સ્ટ્રીટ લાઇંટનું એલ.ઇ.ડી. કરણ કરવામાં આવ્યું છે. જે નગરપાલિકા હદ સુધી પિરામણ ચર્ચ સુધી તેમજ નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર આમલાખાડી બ્રિજના કોર્નર સુધી લગાવમાં આવી છે. ગામમાં વોલ ટુ વોર ઇન્ટર લોકિંગ બ્લોક અને આર.સી.સી રોડ. ગામ ત્રણ ફિલ્ટર પ્લાન્ટ વડે ધર-ધર સુધી પાઇપલાઇન વડે પાણી આપવામાં આવી રહ્યું છે. તો ફિલ્ટર પ્લાન્ટ નિશુલ્ક પાણીનું વિતરણ કરવામાં આવે છે. 100 ટકા ટોઇલેટ બ્લોક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.ગામ માં દોર ટુ દોર કચરાનું કલેક્શન કરી નિકાલ કરવામાં આવે છે. તો કપડાં ધોવા માટે બે ધાત ઊભા કરવામાં આવ્યા છે. આદિવાસી સ્મ
શાન ભૂમિ સુધી આર.સી.સી માર્ગ સાથે આધુનિક લોખંડની ચિહા મૃતદેહને બાળવા માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આમલા ખાડી બંને તરફ ટ્રી પ્લાંટેશન તેમજ નાના પાર્ક ઊભા કરવામાં આવ્યા છે. તો જિલ્લાનું પ્રથમ ગામ હેલિપેડ ભાડે આપવાની સુવિધા પણ ગ્રામ પંચાયત દ્વારા ઊભી કરવામાં આવી છે.
ગામને વાઈફાઈ ગામ તરીકેનો પ્રોજેકટને રાજ્ય સરકાર દ્વારા મજૂરી આપવામાં આવી છે
પિરામણ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લામાં પ્રથમ વાઇ ફાઈ ફેલસિલિટી યુક્ત ગામ બનાવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકી હતી જે મંજૂર થતાં આગામી દિવસમાં ગામમાં વાઈફાઈ સેવા ઉલબ્ધ થશે, તો ગામને ડિજિટલ તેમજ મોડેલ ગામ બનાવા પ્રયાસ રૂપે ગામમાં સી.સી.ટી.વી કેમેરા તેમજ ગામનો ટાઉન હોલ ઊભો કરવાના ભવિષ્યના પ્રોજેકટ પણ મુકાયા છે. જે પૈકી ગ્રામ પંચાયત હોલ ની તો મંજૂરી પણ આવી ગઈ છે. ગ્રામજનો આધુનિક યુગ માં તમામ સુવિધા મળે તેવા પંચાયત દ્વારા પ્રયાસ છે. – ઇમરાન પટેલ, ઉપ સરપંચ ગ્રામ પંચાયત પિરામણ
આગળ વાંચો, મોડલ કમ ડિજિટલ ગામ બનાવા માટેના લક્ષ્ય ભાવિ પ્રોજકેટ