કોગ્રેસની યાદી બાદ ગુજરાતમાં ભડકો, ઠેર ઠેર તોડફોડ અને પૂતળા દહન

પૂતળા દહન કરતા પાટીદારો
પૂતળા દહન કરતા પાટીદારો

diyabhaskar.com

Nov 20, 2017, 01:31 AM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોગ્રેસ અને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. રવિવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીની 77 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેના લઇને કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના ધરે પાસના નેતા દિનેશ બાંભણિયા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વાર ભરતસિંહ સોલંકીના ઘરને કોર્ડન કરવામાં આવ્યા હતા. અને પાસના બાંભણીયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.


તો બીજી બાંભણીયા દ્વારા કરવામાં આવેલા આ વર્તનને લઇને સમગ્ર ગુજરાતમાં પાસ દ્વારા બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ભાવનગર, સુરત અને જૂનાગઢમાં બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના વર્તનને લઇને બાંભણિયાના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યો છે. લલિત વસૈયાને કોગ્રેસમાંથી ટીકિટ આપવામાં આવી છે. જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કોગ્રેસનાં કાર્યલય પર પાસ દ્વારા તોડફોડ કરવામાં આવી છે. હળવદમાં પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. મહેસાણા પાસના ક્નીનરો દ્વારા પણ બાંભણીયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લાલભાને કોંગ્રેસે ટિકીટ ન ફાળવતા કાર્યકરો દ્વારા તોડફોડ

આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર રવામાં આવી જેમાં ભાવનગર જિલ્લાની તમામ સાતેય બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસના લાલભા ગોહિલને િટકીટ ન ફાળવાતા તેમના સમર્થકો દ્વારા ભાવનગર શહેરમાં ભીડભંજન મંદિર પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડ કરવામાં આવી હતી અને રસ્તા પર ટાયરો સળગાવ્યા હતા. આ ઘટનામાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.

X
પૂતળા દહન કરતા પાટીદારોપૂતળા દહન કરતા પાટીદારો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી