• Gujarati News
  • National
  • Cyrus Poonawalla Honored By Sharad Pawar For Receiving Doctor Of Humane Letters Degree

ભારતના 13માં સૌથી ધનિક વ્યક્તિ છે ગુજરાતી સાયરસ પૂનાવાલા, ગેરેજમાં 8 રોલ્સરોય સહિત લક્ઝુરીયસ કાર્સનો કાફલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ સાયરસ પૂનાવાલા કે જેમને અમેરિકન યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ હ્યુમન લેટર્સથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમનું એનસીપી ચીફ અને પૂર્વ કૃષિમંત્રી શરદ પવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાયરસ પૂનાવાલાને અમેરિકન યુનિવર્સિટીએ આ સન્માન દુષ્કર્મ પીડિતોની મદદ કરવા માટે આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે પૂનાવાલા 2015માં મુંબઈના લિંકન હાઉસની ખરીદીથી લઈને સારી એવી ચર્ચામાં આવેલી આ ફેમિલિ પોતાના કરોડોના બિઝનેસ, કલ્ઝુરીયસ કારના શોખના કારણે દેશ સહિત વિદેશમાં પણ પ્રખ્યાત છે. પૂનાવાલા ભારતના 13માં સૌથી ધનિક વ્યક્તિ છે. પૂનાવાલા ગૃપના ચેરમેન સાયરસ પૂનાવાલાથી માંડીને પરિવારના લગભગ તમામ સભ્યો કારના શોખીન છે.

 

પૂનાવાલા પરિવારનું કાર કલેક્શન
- એક રિપોર્ટ અનુસાર પૂનાવાલા પરિવાર પાસે કરોડોની કિંમતની આઠ જેટલી રોલ્સરોય કાર છે.
- આ ઉપરાંત વિન્ટેજ કારનો શોખ ધરાવતા આ પરિવારે રાજવી પરિવાર પાસેથી લીધેલી વિન્ટેજ કારનું મોટુ કલેક્શન છે.
- અદાર પૂનાવાલાએ મર્સિડીઝ એસ ક્લાસને મોડિફાઈડ કરીને બેટમેન(બેટમોબાઈલ) જેવી કાર બનાવી છે.
- અદાર પૂનાવાલાના કાર કલેક્શનમાં Bentley, Ferrari F430 સહિતની સ્પોર્ટ્સ અને વિન્ટેજ કાર સામેલ છે.
- અદાર પૂનાવાલાના પિતરાઈ ભાઈ યોહન પાસે પણ ક્લાસિક અને મોર્ડન કારનું બહોળુ કલેક્શન છે.
- યોહન પાસે Mercedes Benz 190 SLથી માંડીને Rolls Royce Phantom III કાર્સ છે.
- આ ઉપરાંત તેના કાર કલેક્શનમાં BMW 760 Li, Mercedes Benz S600, Mercedes Benz SLS AMG, Lamborghini Gallardo સહિતની મોર્ડન કાર પણ સામેલ છે.

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...