ગુજરાતનો આ ખેલાડી બનશે ભવિષ્યનો મહેન્દ્રસિંહ ધોની, U-19 વર્લ્ડકપમાં ધૂમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ન્યૂઝીલેન્ડમાં ચાલી રહેલા અંડર-19 વર્લ્ડકપની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને 100 રનથી પરાજય આપ્યો હતો. ત્યારે ક્રિકેટ જગતમાં ગુજરાતના અનેક ખેલાડીઓ ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા છે. આવા જ એક ખેલાડી ભાવનગરના હાર્વિક દેસાઇ અંડર-19 વર્લ્ડ કપમાં વિદેશી બોલરોને ધૂળ ચટાળે તો એમા કોઇ નાવઇ નહિ, હાર્વિક દેસાઇ અગાઉ સૌરાષ્ટ્ર વતી અંડર-16, અંડર-19 અને વિજય હજારે ટ્રોફીમાં રમી ચૂક્યા છે.


સૌરાષ્ટ્રના ભાવનગરમાં 4 ઓક્ટોમ્બર 1999માં જન્મેલા હાર્વિક મનીષભાઇ દેસાઇ અત્યાર સુધીમાં ઇન્ડિયન અંડર-19 ટીમ, સોરાષ્ટ અંડર 19 તથા સોરાષ્ટ્ર અંડર 16 ટીમમાં વિકેટ કિપર બેસ્ટમેન તરીકે રમી ચૂક્યો છે. અંડર 19 વર્લ્ડ કપ રમ્યા શિવાય હાર્વિક દેસાઇનું સપનું છે, કે તે ભારતીય ટીમમાં પણ રમે અને દેશ તથા ગુજરાતનું નામ રોશન કરે. હાર્વિક દેસાઇ અત્યારે અંડર 19 વર્લ્ડ કપમાં વિકેટ કિપર બેસ્ટમેન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે. આ વિકેટ કિપર બેસ્ટમેને રાહુલ દ્રવિડે એવું કહ્યું હતું કે તુ ભવિષ્ચમાં ઇન્ડિયન ટીમનો ધોની પણ બની શકે છે.   


ભાવનગરની સેંટ ઝેવિયર્સ સ્કૂલ વતી રમતા નાનપણથી હાર્વિક શાનદાર દેખાવ કરી રહ્યા હતા, અને શાળાકીય તમામ મેચોમાં તેઓનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. જો કે ક્રિકેટ તેઓને વારસામાં મળ્યુ છે. હાર્વિકના પિતા મનિષભાઇ દેસાઇ પણ શાળાકીય ક્રિકેટમાં વડવા વિદ્યાભવનના વિકેટ કીપર અને ઓપનિંગ બેટ્સમેન હતા અને સતત નોંધપાત્ર દેખાવ કરતા હતા.ભાવનગરના વિકેટ કીપર બેટ્સમેન હાર્વિક દેસાઇ અગાઉ ઇંગ્લેન્ડમાં, શ્રીલંકામાં ભારત અંડર-19 ટીમ વતી રમી ચૂક્યા છે.  

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 

અન્ય સમાચારો પણ છે...