ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Gujarat Ni Gupshup» The Highest Honor of Architect In India Win by B V Doshi Ahmedabad

  ગુજરાતના બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રનું વિશ્વનું સર્વોચ્ચ સન્માન

  DivyaBhaskar.com | Last Modified - Mar 07, 2018, 11:22 PM IST

  પ્રસિદ્ધ પ્રાઈઝર એવોર્ડ મેળવનાર દોશી સર્વપ્રથમ ભારતીય
  • અમદાવાદના બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરના સર્વોચ્ચનું સન્માન
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમદાવાદના બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરના સર્વોચ્ચનું સન્માન

   અમદાવાદ: "અમદાવાદની ગુફા" જેવા અનેક નમૂનેદાર સ્થાપત્યોના સર્જક અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓમાં બી.વી.દોશી તરીકે જાણીતા બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરના સર્વોચ્ચ સન્માન ગણાતાં પ્રાઈઝર (Pritzker) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર, સમાજસેવામાં મેગ્સેસે એવોર્ડ અને પત્રકારત્વમાં પુલિત્ઝર પ્રાઈઝની માફક આર્કિટેક્ચર વિશ્વમાં પ્રાઈઝર પુરસ્કારની ગણના પણ ભારે ઊંચી માનવામાં આવે છે.

   આઝાદી પછીના ભારતીય સ્થપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા 90 વર્ષિય બાલકૃષ્ણ દોશી નાવિન્યસભર અને ઉપયોગી તેમજ નૈસર્ગિક સ્પર્શ ધરાવતી ડિઝાઈન માટે જગવિખ્યાત છે. પ્રસિદ્ધ આર્કિટેક્ટ લા કોબુર્ત્ઝિયર જેવા જીનિયસના આસિસ્ટન્ટ તરીકે ચંદીગઢ શહેરના નિર્માણમાં યોગદાન આપી ચૂકેલા દોશીસાહેબ ઓછી કિંમતના છતાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા મકાનોની ડિઝાઈન માટે ભારે પ્રશસ્તિ પામ્યા હતા.

   આઝાદી પછી વિકાસના માર્ગે આગેકૂચ કરી રહેલાં ભારતમાં શહેરીકરણનો દૌર આરંભાઈ રહ્યો હતો ત્યારે વિવિધતાસભર દેશની સાંસ્કૃતિક ધરોહરને પ્રતિબિંબિત કરે તેમજ આવશ્યકતાઓની પૂર્તિ પણ કરે તેવી દોશીસાહેબની ડિઝાઈન આજે દેશભરમાં પ્રચલિત છે. તેમને મળેલું પ્રાઈઝર એવોર્ડ 1979થી અપાય છે, પરંતુ આર્કિટેક્ચરનો આ સર્વોચ્ચ ખિતાબ મેળવનાર બી.વી. દોશી સર્વપ્રથમ ભારતીય છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, ભારતમાં મળેલાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે સ્વદેશ પરત ફર્યા....

  • બી. વી. દોશીનું એક અદ્દભૂત સ્ટ્રક્ચર અમદાવાદની ગુફા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બી. વી. દોશીનું એક અદ્દભૂત સ્ટ્રક્ચર અમદાવાદની ગુફા

   અમદાવાદ: "અમદાવાદની ગુફા" જેવા અનેક નમૂનેદાર સ્થાપત્યોના સર્જક અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓમાં બી.વી.દોશી તરીકે જાણીતા બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચરના સર્વોચ્ચ સન્માન ગણાતાં પ્રાઈઝર (Pritzker) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાહિત્યમાં નોબેલ પુરસ્કાર, સમાજસેવામાં મેગ્સેસે એવોર્ડ અને પત્રકારત્વમાં પુલિત્ઝર પ્રાઈઝની માફક આર્કિટેક્ચર વિશ્વમાં પ્રાઈઝર પુરસ્કારની ગણના પણ ભારે ઊંચી માનવામાં આવે છે.

   આઝાદી પછીના ભારતીય સ્થપતિઓમાં મોખરાનું સ્થાન ધરાવતા 90 વર્ષિય બાલકૃષ્ણ દોશી નાવિન્યસભર અને ઉપયોગી તેમજ નૈસર્ગિક સ્પર્શ ધરાવતી ડિઝાઈન માટે જગવિખ્યાત છે. પ્રસિદ્ધ આર્કિટેક્ટ લા કોબુર્ત્ઝિયર જેવા જીનિયસના આસિસ્ટન્ટ તરીકે ચંદીગઢ શહેરના નિર્માણમાં યોગદાન આપી ચૂકેલા દોશીસાહેબ ઓછી કિંમતના છતાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા મકાનોની ડિઝાઈન માટે ભારે પ્રશસ્તિ પામ્યા હતા.

   આઝાદી પછી વિકાસના માર્ગે આગેકૂચ કરી રહેલાં ભારતમાં શહેરીકરણનો દૌર આરંભાઈ રહ્યો હતો ત્યારે વિવિધતાસભર દેશની સાંસ્કૃતિક ધરોહરને પ્રતિબિંબિત કરે તેમજ આવશ્યકતાઓની પૂર્તિ પણ કરે તેવી દોશીસાહેબની ડિઝાઈન આજે દેશભરમાં પ્રચલિત છે. તેમને મળેલું પ્રાઈઝર એવોર્ડ 1979થી અપાય છે, પરંતુ આર્કિટેક્ચરનો આ સર્વોચ્ચ ખિતાબ મેળવનાર બી.વી. દોશી સર્વપ્રથમ ભારતીય છે.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, ભારતમાં મળેલાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે સ્વદેશ પરત ફર્યા....

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Highest Honor of Architect In India Win by B V Doshi Ahmedabad
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `