Divya Bhaskar

Home » Gujarat » Gujarat Ni Gupshup » Six Dangerous Accidents In Gujarat

ગુજરાતના ઇતિહાસના આ સૌથી ભયંકર અકસ્માતો, તમારું કાળજું કંપાવી દેશે

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 08:50 PM

ટ્રક રંઘોળા નદીના બ્રીજ પરથી રેલિંગ તોડીને નીચે ખાબકી તે અકસ્માતમાં 31થી વધુનાં મોત થયા

  • Six Dangerous Accidents In Gujarat
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રક રંઘોળા નદીના બ્રીજ પરથી રેલિંગ તોડીને નીચે ખાબકી તે અકસ્માતમાં 32થી વધુનાં મોત

    અમદાવાદઃ બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રીજ પરથી રેલિંગ તોડીને નીચે ખાબકી તે અકસ્માતમાં 31થી વધુનાં મોત થયા હતા. ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતા અકસ્માતોમાં સામેલ થયા છે. ગુજરાતની તવારિખમાં સૌથી ગોઝારા આ પાંચ અકસ્માતોમાં મંગળવારે વહેલી સવારે રંઘોળા પાસેના અકસ્માત કરતા પણ વધુ કરુણ બે અકસ્માતો થયા છે જેમાં વડોદરા જિલ્લાના બોડેલી તાલુકામાં નર્મદા કેનાલમાં ખાબકેલી એસટી બસમાં થયેલા 44 મોતની ઘટના આજે પણ રૂંવાડા ખડા કરી દે તેવી છે. આ ઉપરાંત નવસારી જિલ્લામાં 6 ફેબ્રુઆરી 2016ના રોજ થયેલા માર્ગ અકસ્માતમાં પણ 42ના મોત થયા હતા.


    આગળની સ્લાઈડમાં જુઓ ગુજરાતના અત્યાર સુધીના સૌથી ગોઝારા અકસ્માતો....

  • Six Dangerous Accidents In Gujarat
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    બોડેલીમાં એસટી બસ કેનાલમાં ખાબકતાં 44 બાળકોનાં થયા હતા મોત

    બોડેલીમાં એસટી બસ કેનાલમાં ખાબકતાં 44 બાળકોનાં થયા હતા મોત

     

    ગુજરાત એસટીની બસ 16 એપ્રિલ, 2008ના રોજ વાગ-ભોડ ગામથી આશરે 50 બાળકોને લઈને બોડેલી જઈ રહી હતી ત્યારે નર્મદાની મુખ્ય સિંચાઈ નહેરમાં ખાબકી હતી. આ કરુણાંતિકામાં બસના કંડક્ટર સહિત 44ના મોત થયા હતા. મરનાર બાળકોમાં મોટાભાગના 8થી 10 વર્ષની વયના હતા.

     

    બસમાં મોટાભાગના મૃતક બાળકો 8થી 10 વર્ષના હતા

     

    આ અકસ્માત સવારે 6 વાગ્યો થયો હતો અને બસમાંના બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ઘણા મૃતદેહો તણાઈને અકસ્માતના સ્થળથી દૂર જતા રહ્યા હતા. મૃતકોમાંના ચોવીસ બાળકો નવજીવન સ્કૂલના, 18 બાળકો સિરોલા સ્કૂલના અને બે માં ભગવતી સ્કૂલના વિદ્યાર્થી હતા. તે સમયે માત્ર વડોદરા જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ ઘટનાને પગલે ગમગીની ફેલાઈ ગઈ હતી.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, નવસારીમાં એસટીની બસ પૂર્ણા નદીમાં પડતાં 42નાં થયા હતા મોત....

  • Six Dangerous Accidents In Gujarat
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    નવસારીમાં એસટીની બસ પૂર્ણા નદીમાં પડતાં 42નાં થયા હતા મોત

    નવસારીમાં એસટીની બસ પૂર્ણા નદીમાં પડતાં 42નાં થયા હતા મોત

     

    નવસારી જિલ્લામાં પૂર્ણા નદી પરના પુલ પરથી એસટીની બસ 6 ફેબ્રુઆરી, 2016ના રોજ નીચે ખાબકી હતી. નવસારીથી બસ ઉકાઈ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો જેમાં 42 મુસાફરોના મોત થયા હતા. બસમાં 60 મુસાફરો હતા. મૃતકોમાં 21 મહિલા, પાંચ બાળકો અને 15 પુરુષોનો સમાવેશ થતો હતો. પોલીસના જણાવ્યા મુજબ બસનાચાલકે ઓવરટેક કરતી વેળાએ સામેથી આવતી કાર સાથે ટક્કર ટાળવા તીવ્ર વળાંક લેતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને તેના પરિણામે આ અકસ્માત થયો હતો.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, પાટણના ઝિલવાડા ગામે અકસ્માતમાં 24 લોકોએ ગુમાવ્યા હતા જાન....

  • Six Dangerous Accidents In Gujarat
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પાટણના ઝિલવાડા ગામે અકસ્માતમાં 24 લોકોએ ગુમાવ્યા હતા જાન

    પાટણના ઝિલવાડા ગામે અકસ્માતમાં 24 લોકોએ ગુમાવ્યા હતા જાન

     

    પાટણ જિલ્લાના ઝિલવાડા ગામ પાસે 31 જાન્યુઆરી, 2013ના રોજ એસટી બસ સાથે એક ઓપન લોડિંગ વાન સામ-સામે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 18ના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય છ જણાના પાછળથી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના લઘુમતિ સમુદાયના હતા જેઓ મહેસાણા જિલ્લાના ઝિલસાણ ગામે રહેતા હતા અને રાધનપુરની દરગાહ ખાતે ચાદર ચઢાવ્યા બાદ પરત આવી રહ્યા હતા. મૃતકોમાં 12 બાળકો અને છ મહિલા હતી.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં 14ના થયા હતા મોત....

  • Six Dangerous Accidents In Gujarat
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં 14ના થયા હતા મોત

    ધોળકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં 14ના થયા હતા મોત

     

    અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે રર 5 નવેમ્બર, 2016ના રોજ એક પિક-અપ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં વાનની અંદર જઈ રહેલા 14 મુસાફરના મોત થયા હતા તથા ત્રણ ઘવાયા હતા. તમામ મૃતકો રાજકોટ જિલ્લાના સોખડા ગામના પાંચ પરિવારના સભ્યો હતા જેઓ પાવાગઢ દર્શન કરીને પરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેમાંથી પણ નવ મૃતકો તો જિંજરિયા પરવારના જ હતા.

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, ભડિયાદ પીરે જતા યાત્રાળુઓ પર ટ્રક ફરી વળી, 18નાં થયા હતા મોત....

  • Six Dangerous Accidents In Gujarat
    ભડિયાદ પીરે જતા યાત્રાળુઓ પર ટ્રક ફરી વળી, 18નાં થયા હતા મોત

    ભડિયાદ પીરે જતા યાત્રાળુઓ પર ટ્રક ફરી વળી, 18નાં થયા હતા મોત

     

    ધોળકા તાલુકામાં ભડિયાદ ખાતે આવેલી પીરની દરગાહ ખાતે દર વર્ષે હજારો યાત્રાળુઓ પગપાળા જાય છે. 2011ની સાલમાં 8 જૂનની મધરાતે ધોળકા-બગોદરા હાઈવે પર બેઘવા ચોકડીએ એક ઢાબા પાસેની ખુલ્લી જગ્યામાં યાત્રાળુઓ આરામ ફરમાવી રહ્યા હતા તે સમયે જ મધ્યપ્રદેશ પાસિંગની એક ટ્રક રાત્રિના અંધકારમાં તેમની પર ફરી વળી હતી. આ અકસ્માતમાં 18 યાત્રાળુઓના મોત થયા હતા, જેમાંથી 16ના તો સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending