ગુજરાતના આ ખેડુતની ખેતી જોવા આવે છે વિદેશીઓ, ઓછા ખર્ચે કરે છે વધુ કમાણી

કાકડીના ત્રણ વિઘાના વાવેતરમાં રૂ. 20 હજારના ખર્ચ સામે 3 લાખનું ઉત્પાદન મેળવશે

Jitendra Padhiyar

Jitendra Padhiyar

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:17 AM
ખેડૂતની ખેતી જોવા વિદેશીઓ અને એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે
ખેડૂતની ખેતી જોવા વિદેશીઓ અને એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે

પાલનપુર: ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતએ ગુવાર અને કાકડીની ખેતી મલ્ચીંગ અને ગ્રો કવરનો ઉપયોગ કરી સફળતા મેળવી છે. જેમાં ગુવારમાં અડધા વિઘા જમીનમાંથી 15 હજારના ખર્ચ સામે બે લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવશે. જ્યારે કાકડીના ત્રણ વિઘાના વાવેતરમાં રૂ. 20 હજારના ખર્ચ સામે 3 લાખનું ઉત્પાદન મેળવશે. કનવરજી ઠાકોરની આધુનિક ખેતી જોવા માટે વિદેશીઓ, આજુબાજુ જિલ્લાના ખેડૂતો, તમીલનાડુના ખેડૂતો, એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.


25 હજારના ખર્ચ સામે 6 લાખ જેટલો નફો


ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત કનવરજી ઠાકોર ખેતીક્ષેત્રે પ્રગતિ ઉપર પ્રગતિ કરી રહ્યા છે. જેમને હમણાં ડિસેમ્બર માસમાં ગ્રોકવર અને મલ્ચીંગથી ચોળીની ખેતી કરી 25 હજારના ખર્ચ સામે 6 લાખ જેટલો નફો મેળવ્યો હતો. ત્યારે હવે સીઝન વગરની ગુવાર અને કાકડીની ખેતી જે માર્ચ માસમાં થાય છે તે તેમણે જાન્યુઆરી માસમાં કરી છે. આમ આ ગુવાર અને કાકડીની ખેતી પણ મલ્ચીંગથી કરી છે.


20 હજારનો ખર્ચ કરી 3 વિઘામાં વાવેતર કર્યું


આ અંગે કનવરજી ઠાકોરએ જણાવ્યું હતું કે, ‘ડીસા કેવીકે યુનિવર્સિટી કૃષિ વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારના માર્ગદર્શનથી ખેતી કરી રહ્યો છું. જેમાં ગુવારનું અડધા વિઘામાં 15 હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું છે. જે ગુવાર 1800 થી 2000 રૂપિયે 20 કિલો વેચાઇ રહી છે. અત્યાર સુધીમાં દોઢ લાખ ઉપરાંતનો નફો મળી ગયો છે. હજુ પચાસ હજાર ઉપરાંતનો નફો મળવાની સંભાવના છે. જ્યારે કાકડીમાં 20 હજારનો ખર્ચ કરી 3 વિઘામાં વાવેતર કરેલ છે.


તસવીર: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ખેડૂત અવનવી ખેતી કરી વર્ષે લાખો કમાઇ રહ્યાં છે....

રાણપુરનો ખેડૂત ગુવાર અને કાકડીને ખેતીમાં સામાન્ય ખર્ચ સામે લાખોના ખણખણીયા ગણી રહ્યો છે
રાણપુરનો ખેડૂત ગુવાર અને કાકડીને ખેતીમાં સામાન્ય ખર્ચ સામે લાખોના ખણખણીયા ગણી રહ્યો છે

ખેડૂત અવનવી ખેતી કરી વર્ષે લાખો કમાઇ રહ્યાં છે


જે કાકડી અત્યારે 35 થી 40 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જેમાં અત્યાર સુધી એક લાખ ઉપરાંતનું ઉત્પાદન મળી ગયું છે અને કુલ 3 લાખનું ઉત્પાદન મળવાની સંભાવના છે. આમ ગુવાર અને કાકડી બન્ને ખેતી ચાર માસની હોય છે. જેમાં ચાર માસમાં રૂ. 35 હજારના ખર્ચ સામે અંદાજે પાંચ લાખ જેટલો નફો મળશે.’ આ ખેડૂત અવનવી ખેતી કરી વર્ષે લાખોના ખણખણીયા ઘણી રહ્યો છે.


આગળની સ્લાઇડ્સમાં વાંચો, ખેડૂતની ખેતી જોવા વિદેશીઓ, એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે....

ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતની ખેતી જોવા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ આવે છે
ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતની ખેતી જોવા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ આવે છે

ખેડૂતની ખેતી જોવા વિદેશીઓ, એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે


કનવરજી ઠાકોરની આધુનિક ખેતી જોવા માટે વિદેશીઓ, આજુબાજુ જિલ્લાના ખેડૂતો, તમીલનાડુના ખેડૂતો, એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. જેમાં હમણા પંદરેક દિવસ અગાઉ હોલેન્ડ દેશના એક્સપર્ટ અધિકારી બેન બકર આવ્યા હતા. જે આ ખેડૂતની ગ્રોકવર, ડ્રીપ અને મલ્ચીંગથી ખેતી જોઇ પ્રભાવિત થયા હતા. જ્યારે બુધવારે 28 તારીખે જગુદણ બાગાયત પોલીટેકનીક અને મહેસાણા સરદાર કૃષિ યુનિવર્સિટીના એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.


આગળની સ્લાઇડ્સમાં વાંચો, કનવરજી ઠાકોરનો ખેડૂતો માટે સંદેશો....

Farmer More Earnings At Low Cost Farming In Palanpur

કનવરજી ઠાકોરનો ખેડૂતો માટે સંદેશો


કનવરજી ઠાકોરએ બનાસકાંઠાના ખેડૂત મિત્રોને એક સંદેશો આપ્યો હતો. જેમાં ખેડૂતોને ડ્રીપ અને મલ્ચીંગથી ખેતી કરવાથી ખેતીમાં ઉત્પાદન સારું મળે છે.


વધુ તસવીરો જોવા આગલની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

Farmer More Earnings At Low Cost Farming In Palanpur
Farmer More Earnings At Low Cost Farming In Palanpur
Farmer More Earnings At Low Cost Farming In Palanpur
X
ખેડૂતની ખેતી જોવા વિદેશીઓ અને એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છેખેડૂતની ખેતી જોવા વિદેશીઓ અને એગ્રીકલ્ચર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે
રાણપુરનો ખેડૂત ગુવાર અને કાકડીને ખેતીમાં સામાન્ય ખર્ચ સામે લાખોના ખણખણીયા ગણી રહ્યો છેરાણપુરનો ખેડૂત ગુવાર અને કાકડીને ખેતીમાં સામાન્ય ખર્ચ સામે લાખોના ખણખણીયા ગણી રહ્યો છે
ડીસા તાલુકાના રાણપુરના ખેડૂતની ખેતી જોવા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ આવે છેડીસા તાલુકાના રાણપુરના ખેડૂતની ખેતી જોવા એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ આવે છે
Farmer More Earnings At Low Cost Farming In Palanpur
Farmer More Earnings At Low Cost Farming In Palanpur
Farmer More Earnings At Low Cost Farming In Palanpur
Farmer More Earnings At Low Cost Farming In Palanpur
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App