Home » Gujarat » Gujarat Ni Gupshup » હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move

હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર

Divyabhaskar.com | Updated - May 15, 2018, 06:50 PM

અમદાવાદના અમિત દોશી દુનિયાભરના શોટ ગ્લાસના અનોખા સંગ્રહમાં દુનિયાભરની પરંપરા અને મિજાજનું પ્રતિબિંબ ઝિલ્યું છે.

 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિતભાઇ વિશેષ કલેક્શન સાથે...

  અમદાવાદઃ આઈપીએલની સિઝન હોય ત્યારે શોટ શબ્દ સાંભળીને વિંઝાતું બેટ અને પેવેલિયન બહાર ફેંકાતો દડો જ યાદ આવે. પરંતુ અહીં જે વાત કરવી છે એ કેફી પીણાં ટકિલાના શોટની છે. શરાબ ગુજરાતમાં પ્રતિબંધિત છે, પરંતુ શરાબના ખાસ પ્રકારના ગ્લાસના વૈવિધ્યમાં જો ઈતિહાસ, ભૂગોળ, સમાજ અને પરંપરાનો રેકોર્ડ પણ જળવાતો હોય તો એ શરાબથી ય વધુ નશીલી અને નવિનતાભરી વાત બની જાય. અમદાવાદના અમિત દોશી પણ એવા જ હોંશીલા સંગ્રાહક છે, જેમણે દુનિયાભરના શોટ ગ્લાસના અનોખા સંગ્રહમાં દુનિયાભરની પરંપરા અને મિજાજનું પ્રતિબિંબ ઝિલ્યું છે.

  1997માં પહેલો શોટ ગ્લાસ, આજે 550+
  નવરંગપુરામાં રહેતા અમિતભાઈએ કોઈ લાંબા-પહોળા વિચાર વગર 1997માં અમેરિકાના પ્રવાસ દરમિયાન પહેલી વાર શોટ ગ્લાસ ખરીદ્યો ત્યારે તેમને પોતાને પણ કલ્પના ન હતી કે હવે આ શોખ તેમની વૈવિધ્યસભર હોબી બનવાનો છે. એ પછી તેઓ જ્યાં-જ્યાં ગયા ત્યાં તેમણે જે-તે દેશ, વિસ્તાર, સંસ્કૃતિ અને મિજાજનું પ્રતિબિંબ ઝિલતાં શોટ ગ્લાસ ખરીદવાના શરૂ કર્યા. આજે તેમની પાસે આશરે સાડા પાંચસોથી વધુ શોટ ગ્લાસનું બેનમૂન કલેક્શન છે. જેમાં દુનિયાભરના લગભગ દરેક દેશમાંથી મેળવેલા શોટ ગ્લાસ સામેલ છે.

  શું છે શોટ ગ્લાસ?
  કેફી પીણાં પૈકી વ્હિસ્કી, રમ, વોડકા કે બિયર પ્રચલિત છે. એ જ રીતે હવે ફિલ્મોના કારણે ટકિલા પણ જાણીતું પીણું છે. શરાબની બનાવટ, ટેસ્ટને પિરસાતા ગ્લાસના કદ, આકાર સાથે પણ સીધો સંબંધ છે. વાઈન પિરસવાના ગ્લાસ અલગ અને વ્હિસ્કીના ગ્લાસ અલગ હોય એ જ રીતે ટકિલાના શોટ્સ માટેના નાના ગ્લાસ પણ તેના મોહક રૂપ અને કદ ઉપરાંત કલાત્મકતાના કારણે અનેકવિધ સ્વરૂપમાં મળતાં હોય છે.

  અમિતભાઇને આ શોખ શા માટે થયા વાંચવા આગળ ક્લિક કરો...

 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  અમિતભાઇ ને મળેલ ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ

  આવા શોખ માટે ધીરજ અને જીદ જરૂરી 

  અમિતભાઈ પોતાના શોખ વિશે કહે છે કે હું જે પણ દેશમાં પ્રવાસ કરું ત્યાં જતાં પહેલાં જ તેનાં વિશે પ્રાથમિક માહિતી મેળવી લેતો હોઉં છું. એટલે જ મને દરેક દેશના વૈવિધ્યનો આ રીતે સંગ્રહ કરવો ગમે છે. આ એક મિનિએચર કલેક્શનના માધ્યમથી હું ખરેખર તો મારા સમગ્ર પ્રવાસની અને જે-તે દેશની પરંપરાની પણ સ્મૃતિ સાચવું છું. વૈવિધ્યસભર શોટ ગ્લાસના કલેક્શન માટે પોતે કરેલા પ્રયાસો વિશે તેઓ કહે છે કે ક્યારેક એક ખાસ પ્રકારનો ગ્લાસ મેળવવા માટે ખાસ્સી એવી રઝળપાટ કરવી પડે. એ માટે ધીરજ અને જીદ બંને જોઈએ. 
   
  કલેક્શનની વિશેષતા
  અમિતભાઈના કલેક્શનમાં દરેક શોટગ્લાસ પોતે જ એક કહાની બને તેમ છે. કાઉબોયના શૂઝ આકારનો ગ્લાસ હોય કે ગ્લાસ ફરતી વિંટળાયેલ કાર્ટ્રિજ અને ગન હોય, બિટલ્સ ગાયક જ્હોન લિનનની તસવીર હોય કે થ્રી-ડી ઈમેજ ધરાવતો ગ્લાસ હોય, અમિતભાઈ પાસે પોતાના કલેક્શનના દરેક ગ્લાસની એક મજેદાર અને ટકિલાથી પણ વધુ નશીલી કહાની છે. તેઓ કહે છે કે આવી રચનાત્મક હોબીથી વ્યસ્ત અને તણાવભરી જિંદગીમાં સુકુન મળે છે. હું મારા કલેક્શનમાં નજર દોડાવું છું ત્યારે મને વિતાવેલો સમય ફરીથી રિવાઈન્ડ થતો અનુભવાય છે અને હું નવેસરથી તાજગી અનુભવું છું. 

  વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  શોટ ગ્લાસ સાથે અમિતભાઇ
 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • હોબીના શોટમાં સંગ્રહનો કેફઃ અમિત દોશીના શોટ ગ્લાસ કલેક્શનમાં એક નશીલી લટાર | Amit Doshi's Shot Glass Collection A Psychotic Move
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ