ઇતિહાસ / ઇન્દિરાના સમયમાં પણ ગુજરાતની પંચમહાલ બેઠક પર કોંગ્રેસને નડ્યા હતા ‘મોદી’

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પી.એચ.મોદીની ફાઈલ તસવીર
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પી.એચ.મોદીની ફાઈલ તસવીર

divyabhaskar.com

Apr 09, 2019, 03:10 PM IST

અમદાવાદઃ આજે દેશ હોય કે વિશ્વભરમાં મોદી નામથી કોઇ અજાણ નથી. લોકસભા ચૂંટણી 2019મા કોંગ્રેસની સીધી લડાઈ મોદી સાથે છે. નરેન્દ્ર મોદી કોંગ્રેસમુક્ત ભારતની વાત કરીને કોંગ્રેસને સત્તા દૂર રાખી રહ્યાં છે, પરંતુ કોંગ્રેસ માટે આ નવું નથી. આ પહેલા પણ ઇન્દિરા ગાંધીના સમયગાળામાં કોંગ્રેસને મોદી નડ્યાં હતા. જે ગોધરાથી ચૂંટણી લડીને કોંગ્રેસના એ સમયના કદાવર નેતાને હરાવ્યા હતા. અમે વાત કરી રહ્યાં છીએ પી.એચ. મોદીની. એ સમયે તેમને કોંગ્રેસમાં જવાની તક મળતી હોવા છતાં પણ તેમાં જોડાયા ન હતા.

1967માં કોંગ્રેસના ગાંધીને હરાવ્યા હતા મોદીએ
ગોધરા(પંચમહાલ બેઠક) પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર એમ.એમ ગાંધી હતા. માણેકલાલ મગનલાલ ગાંધી પંચમહાલ અને વડોદરા બેઠક પરથી ચૂંટાઈને લોકસભામાં ગયા હતા. 1967માં પહેલીવાર તેમની સામે કોંગ્રેસને લડત આપવા માટે સ્વતંત્ર પક્ષના પીલુ હોમી મોદી(પી.એચ.મોદી)એ ગોધરા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. રસાકસી ભરેલી આ બેઠક પર મોદીને 1,22,813 મત મળ્યા હતા અને કોંગ્રેસના ગાંધીને 98,364 મત મળ્યા હતા. મોદી 24,449 મતની સરસાઈથી જીત્યા હતા.

1971માં પણ કોંગ્રેસના ઉમેદવારને આપ્યો હતો પરાજય
1967 બાદ પી.એચ.મોદી 1971ની ચૂંટણીમાં પણ ગોધરા બેઠક પરથી ઉભા રહ્યાં હતા. આ વખતે કોંગ્રેસે ગાંધીના સ્થાને પ્રતાપસિંહ પટેલને ટિકિટ આપી હતી. જોકે આ ચૂંટણીમાં પણ મોદીની સામે કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા હતા. પી.એચ.મોદીને 1,04,396 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપસિંહ પટેલને 90,501 મત મળ્યા હતા. મોદી 13,895 મતની સરસાઈથી આ ચૂંટણી પણ જીતી ગયા હતા.

X
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પી.એચ.મોદીની ફાઈલ તસવીરપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પી.એચ.મોદીની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી