પ્રેરણા / આ ગુજરાતીના કામથી પ્રભાવિત થયા વિશ્વના બીજાના નંબરના સૌથી ધનિક વ્યક્તિ

gujarati businessman Azim Premjis philanthropy inspired bill gates
gujarati businessman Azim Premjis philanthropy inspired bill gates
gujarati businessman Azim Premjis philanthropy inspired bill gates

divyabhaskar.com

Mar 25, 2019, 04:39 PM IST

અમદાવાદઃ સૌથી ધનિકોની યાદીમાં ગુજરાતીઓની સ્થાન મોખરાનું હોય છે. પરંતુ હવે દાન કરવાની યાદીમાં પણ એક ગુજરાતીએ વિશ્વના અનેક ધનિકોનો પાછળ રાખી દીધા છે. એટલું જ નહીં પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા આ પરોપ્કારના કાર્યથી વિશ્વની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ પણ પ્રભાવિત થઇ ગઇ છે. જીહાં, અમે વાત કરી રહ્યાં છીએ વિપ્રોના ચેરમેન અને મૂળ કચ્છી પરિવારમાં જન્મેલા અઝીમ પ્રેમજીની. ઇન્ટરનેશનલ મેગેઝિન ફોર્બ્સના દાવા પ્રમાણે તેઓ ભારતની બીજા નંબરની(2018ની યાદી પ્રમાણે) અને વિશ્વની 36માં નંબરની(2019ની બિલિયોનર્સ યાદી પ્રમાણે) સૌથી ધનિક વ્યક્તિ છે.

બિલ ગેટ્સ પણ થયા આ ગુજરાતીના કામથી પ્રભાવિત
અઝીમ પ્રેમજીની પરોપકારવૃત્તિથી દુનિયાના સૌથી મોટા દાતાઓમાં સામેલ બિલ ગેટ્સ પણ તેમનાથી પ્રેરિત છે. માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સે ટ્વિટ કરીને આ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, પ્રેમજીનું યોગદાન ઘણું અસરકારક સાબીત થશે.

અત્યારસુધીમાં 1.45 લાખ કરોડ રૂપિયાનું કરી ચૂક્યા છે દાન
દાન માટે જાણીતા અઝીમ પ્રેમજીએ વિપ્રોમાં પોતાના શેર હોલ્ડિંગના વધારાના 34 ટકા હિસ્સાને દાન કરવાનો નિર્ણય કર્યો છે. જેને રકમની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે 52,750 કરોડ રૂપિયા થાય છે. અઝીમ પ્રેમજીએ અગાઉ કરેલા દાનની રકમ સાથે મળીને દાન કરાયેલી કુલ રકમ 21 અરબ ડોલર એટલે કે 1.45 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

2001માં કરી હતી ફાઊન્ડેશનની રચના
2001માં અઝીમ પ્રેમજી ફાઊન્ડેશનની રચના કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પબ્લિક સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમની ક્વોલિટીમાં સુધારો કરવાનો છે. આ ફાઊન્ડેશન ભારતના 7 રાજ્યોમાં કામ કરી રહ્યું છે, જેમાં અંદાજે 3.50 લાખ શાળાઓનો સમાવેશ થાય છે. આ ફાઊન્ડેશન દ્વારા અઝીમ પ્રેમજી યુનિવર્સિટી પણ ચલાવવામાં આવી રહી છે. જેમાં હ્યુમન ડેવલપમેન્ટ અને એજ્યુકેશનને લગતા રિસર્ચ પ્રોગ્રામ અંગે શીખવવામાં આવે છે. એટલું જ નહીં આ ફાઊન્ડેશન તરફથી છેલ્લા પાંચ વર્ષમાં 150 જેટલી એનજીઓને દાન આપવામાં આવ્યું છે.

X
gujarati businessman Azim Premjis philanthropy inspired bill gates
gujarati businessman Azim Premjis philanthropy inspired bill gates
gujarati businessman Azim Premjis philanthropy inspired bill gates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી