તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાં કોઇ બે સાધુઓને દાખલ કરી ગયું તું, બંનેનાં મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલખા પાસે આશ્રમમાં રહેતા સાધુ લાલનાથ સોમનાથ (ઉ. 70) અને બાલાદાસ ગુરૂદાસ (ઉ. 54) ને બેભાન હાલતમાં કોઇ ગત તા. 1 એપ્રિલનાં હોસ્પિટલમાં મૂકી ગયા બાદ સારવારમાં બંનેનાં મૃત્યુ થયા હતા. આથી બિલખા પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરતાં તેમના કોઇ આધાર પુરાવા મળ્યા નહોતા. વળી તેમના કોઇ ઓળખીતા કે વાલી વારસ પણ ન હોઇ પોલીસે આ સાધુને કોઇ ઓળખતા હોય તો બિલખા પીએસઆઇનો 9408911111 પર સંપર્ક સાધવા જણાવ્યું છે. હાલ બંનેના મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રખાયા છે.

પોલીસે સીસી ટિવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હાલ બંનેને 108 માં લવાયાની નોંધ કરી હતી. પણ 108 માં આવા કોઇ સાધુ આવ્યાજ ન હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...