તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓસા ગામે બે પરિવાર વચ્ચે મારામારી, 4 ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળનાં ઓસા ગામે બે પરિવાર વચ્ચે મારામારી થતાં ચારને ઇજા પહોંચી હતી. આ બનાવમાં શીલ પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી હતી.

ઓસા ગામે રહેતા નિલેશભાઇ હિરાભાઇ ચુડાસમા અને તેનાં પરિવારનાં સભ્યોને કારા નગાજણ, જયાબેન નગાજણ, પુના નગાજણ, મોહન નાગાજણે પાઇપ, લાકડી, કુહાડીથી હુમલો કરી આડેધડ માર મારી નિલેશભાઇનાં કાન પાસે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે મોહનભાઇ નગાજણભાઇ ચુડાસમાનાં ભાઇને અહીં કુવા પાસે પથ્થર મુકીશ તો કુવામાં નાંખી દઇશ એવી ધમકી આપી નિલેશ હીરા, દેવા હીરા અને હીરા નારણે પાઇપ, છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી મોહનભાઇ, તેમના પત્ની અને ભાઇને ઇજા પહોંચાડી જો અહીંયા આવ્યા તો જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી. આ બનાવમાં શીલ પોલીસે સામ-સામી ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...